રસીકરણ કરવાની નવી ફોર્મ્યુલા:અંતિમ તારીખને લીધે કોરોનાની રસીના 40 લાખ ડોઝ વ્યર્થ જશે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 દર્દીઓ ભેગા થાય ત્યારે એકસાથે રસીકરણ કરવાની નવી ફોર્મ્યુલા

કોરોનાની રસીનો વેડફાટ ટાળવા માટે રાજ્યના રસીકરણ કેન્દ્રમાં 20 લાભાર્થી ભેગા થાય એ પછી રસીકરણ કરવાની ફોર્મ્યુલા વાપરવામાં આવી રહી છે. રસી વેડફાટનું પ્રમાણ ઓછું થાય એ માટે આ ફોર્મ્યુલા વાપરવામાં આવી રહી છે. આગામી ઓગસ્ટમાં કોવિશિલ્ડના અંદાજે 25 લાખ ડોઝ અને નવેમ્બરમાં કર્બોવેક્સના 15 લાખ ડોઝની મુદત વીતી જશે.

આ વેડફાટ ટાળવા માટે વધુમાં વધુ લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના સંક્રમણનો ફેલાવો શરૂ થયા પછી રસીકરણ માટે આવતા લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. 35થી 40 હજાર રસીકરણ પરથી હવે આ સંખ્યા 1 લાખ સુધી પહોંચી છે. તેથી આ ડોઝ વપરાઈ જશે અને વેડફાશે નહીં. રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું રાજ્યના રસીકરણ કાર્યક્રમના પ્રમુખ ડો. સચિન દેસાઈએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના વરિષ્ઠ મેડિકલ અધિકારીએ આપેલી માહિતી અનુસાર હર ઘર દસ્તક ઝુંબેશ અંતર્ગત રસીકરણનો ઉદ્દેશ પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે છતાં આ ઝુંબેશને મળતો પ્રતિસાદ હજી વધ્યો નથી. રસીકરણ સંદર્ભે ગેરસમજ ધરાવતા કે રસી મૂકાવ્યા બાદ કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિઓનું મન વાળવા વધુ પ્રયત્ન કરવા પડે છે.

સ્કૂલ શરૂ થયા પછી 12 વર્ષથી મોટા લાભાર્થીઓનું રસીકરણનું પ્રમાણ વધશે. જો કે હાલનું સંક્રમણ ફક્ત થાણે, પુણે, મુંબઈ જિલ્લામાં વધ્યા બાદ ફરીથી ઓછું થશે તો રસીકરણની ઝડપ આટલી જ રહેશે કે એ બાબતે તેમણે શંકા વ્યક્ત કરી હતી.

કોર્બોવેક્સના ડોઝ વેડફાશે
અત્યાર સુધી તમામ રસીઓમાં કોર્બોવેક્સના ડોઝ વેડફાવાનું પ્રમાણ વધારે છે. રાજ્યમાં કોર્બોવેક્સની રસી વેડફાવાનું પ્રમાણ 10 ટકા, કોવેક્સિન 2.79 ટકા અને કોવિશિલ્ડ 0.09 ટકા છે. કોર્બોવેક્સની એક વાયલ 20 ડોઝની છે. 12 થી 14 વર્ષના વયજૂથમાં રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા એની સરખામણીએ ઓછી છે. છેલ્લા થોડા મહિનાથી કોવેક્સિનનો મળતો પ્રતિસાદ વધતો ન હોવાથી રસી વેડફાવાનું પ્રમાણ વધારે છે. ઉત્પાદકો 5 કે 10 ડોઝનો વાયલ ઉપલબ્ધ કરે તો રસીના વેડફાટનું પ્રમાણ ઓછું થઈ શકે છે એના પર મેડિકલ નિષ્ણાતોએ ધ્યાન ખેંચ્યું છે.

સીએસઆરનો વિકલ્પ
જે ખાનગી હોસ્પિટલોએ રસીકરણ માટે વિશેષ કેન્દ્રની શરૂઆત કરી હતી ત્યાં પ્રતિસાદ ઓછો હોવાથી રસી વેડફાય એ પહેલાં તેમણે મહાપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોને એ સ્વીકારવા સંદર્ભે પૂછ્યું હતું. સીએસઆરના વિકલ્પમાં આરોગ્ય શિબિર તેમ જ આ હોસ્પિટલોમાં રસી ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી. રસીકરણની ઝડપ વધે એ માટે વિવિધ સ્તરે પ્રયત્ન થઈ રહ્યા છે છતાં ખાનગી હોસ્પિટલો આ વખતે આગળ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...