આંદોલનનો ઈશારો:નિયુક્તીઓ ન થતાં નિવાસી ડોકટરોનો 1 ઓગસ્ટથી કામ બંધ આંદોલનનો ઈશારો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરિષ્ઠ નિવાસી ડોકટરોની ઈન્ટર્ન સેવા માટે રખડેલી નિયુક્તીઓ, વરિષ્ઠ નિવાસી અને હાઉસ ઓફિસરની નિયુક્તી પર મૂકેલા પ્રતિબંધના કારણે હોસ્પિટલમાં અત્યારે કાર્યરત ડોકટરો પર કામનો તાણ આવે છે. આ જગ્યા સમયસર ભરવામાં નહીં આવે તો આગામી 1 ઓગસ્ટથી કેઈએમ, નાયર, લોકમાન્ય તિલક અને કૂપર એમ ચાર મેડિકલ કોલેજના નિવાસી ડોકટર કામ બંધ આંદોલન કરશે એવો ઈશારો મુંબઈ મહાપાલિકા હોસ્પિટલના નિવાસી ડોકટરોના માર્ડ સંગઠને આપ્યો છે.

પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઈન્ટર્ન સેવા મેડિકલ શિક્ષણ અને સંશોધન સંચાલનાલયે (ડીએમઈઆર) હજી આપી નથી. તેમ જ મહાપાલિકાના અખત્યાર હેઠળની મેડિકલ કોલેજમાં વરિષ્ઠ નિવાસી ડોકટરો અને હાઉસ ઓફિસરના પદ માટે ભરવા માટે કરવામાં આવતી નિયુક્તીઓ ન કરવાનો આદેશ સંચાલનાલયે આપ્યો છે. એમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પણ હજી સેવામાં હાજર થયા નથી. એક તરફ ચોમાસાના રોગોના કારણે દર્દીઓની સંખ્યા વધી છે તો બીજી તરફ ડોકટરની કમી છે.

પ્રશાસનની બેદરકારીના લીધે નિયુક્તીઓ રખડી પડી હોવાથી મહાપાલિકા હોસ્પિટલના કામનો તાણ પોસ્ટ ગ્રેજ્યુએશનના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પર આવી રહ્યો છે. વરિષ્ઠ નિવાસી ડોકટરોની નિયુક્તીઓ વહેલાસર કરવી તેમ જ આ ડોકટરના પદની સંખ્યા વધારવાની માગણી માર્ડે ડીએમઈઆર પાસે કરી છે. પણ એના પર સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો 1 ઓગસ્ટથી મહાપાલિકા હોસ્પિટલના તમામ નિવાસી ડોકટર કામ બંધ આંદોલન કરશે એવો પત્ર દ્વારા માર્ડે જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...