કાર્યવાહી:મુંબઈ એરપોર્ટ પર નવા વર્ષમાં 75 કરોડના નશીલા પદાર્થ જપ્ત

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાડા ચાર કિલો કોકેન અને એટલા જ પ્રમાણમાં હેરોઈન મળી આવ્યું

નવા વર્ષના પહેલા અઠવાડિયામાં મુંબઈ એરપોર્ટ પર 75 કરોડ રૂપિયાના નશીલા પદાર્થ જપ્ત કરવામાં એક્સાઈઝ ડ્યુટી ડિપાર્ટમેંટને સફળતા મળી છે. ત્રણ વિવિધ કાર્યવાહીમાં લગભગ સાડા ચાર કિલો કોકેન અને સાડા ચાર કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું. આફ્રિકન દેશમાંથી આ નશીલા પદાર્થોની દાણચોરી કરવામાં આવી હતી. એક્સાઈઝ ડ્યુટી વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર 6 જાન્યુઆરીના લગભગ 28 કરોડ રૂપિયાની કિંમતનું 3 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આ પ્રકરણે ઉતરાખંડના રહેવાસી દેવકી પાંડેની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીને ઈથોપિયાની રાજધાની અદિસ અબાબામાં નશીલા પદાર્થ આપવામાં આવ્યા હતા. દિલ્હીના એક વ્યક્તિને કોકેન આપવાનું હતું એવી કબૂલાત પાંડેએ પૂછપરછના સમયે કરી હતી. શંકાસ્પદ આરોપી નશીલા પદાર્થ લઈ આવવાનો છે એવી માહિતી મળ્યા પછી મુંબઈ એરપોર્ટમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. પાંડેના આવ્યા પછી એની પાસેની કાળા રંગની બેગની તપાસ કરતા એમાં છુપાવેલું કોકેન મળ્યું હતું. 2 હજાર 800 ગ્રામ સફેદ રંગનો પાઉડર મળ્યો જે કોકેન હોવાનું નિષ્પન્ન થયું. આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત 28 કરોડ રૂપિયા છે. પાંડે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુનો સાબિત થાય તો 10 થી 20 વર્ષની સજા થઈ શકે છે. એક્સાઈઝ ડ્યુટી વિભાગે 5 જાન્યુઆરીના એરપોર્ટમાંથી 1 હજાર 596 કોકેન જપ્ત કર્યું હતું. આ પ્રકરણે દિલ્હીના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી. આમ 48 કલાકમાં 44 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત હજી એક પ્રકરણમાં સાડા ચાર કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રકરણે હૈદરાબાદના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી. એની પાસેથી જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત 31 કરોડ રૂપિયા છે. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં જ એક્સાઈઝ ડ્યુટી ડિપાર્ટમેંટ એરપોર્ટમાંથી કુલ 75 કરોડ રૂપિયાના નશીલા પદાર્થ જપ્ત કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...