મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સે બે અલગ અલગ કેસમાં રૂ. 31.29 કરોડની કિંમતનું 4.47 કિલો હેરોઇન અને રૂ. 15.96 કરોડની કિંમતનું 1.596 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. હેરોઈન દસ્તાવેજોના ફોલ્ડર કવરમાં છુપાવવામાં આવ્યું હતું જ્યારે કોકેઈન કાપડના બટનમાં છુપાવવામાં આવ્યું હતું એમ કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ સત્તાવાળાઓએ બે અલગ અલગ કેસમાં રૂ. 32 કરોડથી વધુનું કોકેઈન અને હેરોઈન જપ્ત કર્યું છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું કે એક દસ્તાવેજ ફોલ્ડરના કવરમાં રૂ. 31.29 કરોડની કિંમતનું 4.47 કિલો હેરોઇન, જ્યારે રૂ. 15.96 કરોડની કિંમતનું 1.596 કિલો કોકેન કપડાંના બટનોમાં છુપાવવામાં આવ્યું હતું.
અમે ડ્રગ્સની દાણચોરી સામે ઝુંબેશ શરૂ કરી હતી અને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.આરોપીઓ સામે એનડીપીએસ એક્ટની કલમ 8 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા જણાયા હતા અને તેમણે આ એક્ટની કલમ 21, કલમ 23 અને કલમ 29 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો હતો. તદનુસાર, તેઓની ધરપકડ કરવામાં આવી હતી, અધિકારીએ ઉમેર્યું હતું કે એનડીપીએસ એક્ટની કલમ 43(એ) હેઠળ છૂપાવવાની સામગ્રી સાથે માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા, વધુ તપાસ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.