એક યાત્રીની ધરપકડ:મુંબઈ એરપોર્ટ પરથી 35 કરોડનું ડ્રગ્સ જપ્ત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રોલી બેગમાં બનાવેલા પોલાણમાં છુપાવેલું હતું

મુંબઈ એરપોર્ટ પર ફરી એક વાર મોટે પાયે ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ વખતે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની મુંબઈ શાખાના અધિકારીઓએ દાણચોરીથી ભારતમાં લાવવામાં આવેલા ડ્રગ્સ સાથે એક પ્રવાસીની ધરપકડ કરી છે.પ્રવાસી નાઈરોબીથી શુક્રવારે મુંબઈ આવ્યો હતો.

ડીઆરઆઈના અધિકારીઓને અગાઉથી મળેલી માહિતીને આધારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. પ્રવાસીને ઓળખી કાઢીને તેણે ગ્રીન ચેનલ પસાર કરી ત્યારે તેને આંતરવામાં આવ્યો હતો. તેના બેગેજની સઘન તલાશી લેતાં તેમાંથી પાઉડરના રૂપમાં 4.98 કિલો ઓફફ-વ્હાઈટ પદાર્થ મળી આવ્યો હતો. તેનું પરીક્ષણ કરતાં તે હેરોઈન નામે નશીલો પદાર્થ હોવાનું જણાયું હતું.

પ્રવાસીએ ડ્રગ્સ પકડાય નહીં તે માટે ટ્રોલી બેગમાં પોલાણ બનાવ્યું હતું, જેની નીચે કાળી પોલીથીન બેગમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. તેનું આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય રૂ. 35 કરોડ છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ફિલ્મસિટીમાં ડ્રગ વેચનારો પકડાયો : દરમિયાન દિંડોશી પોલીસે ગુરુવારે ગોરેગાવ સંતોષ નગર વિસ્તારમાં રત્નાગિરિ હોટેલ પાસેથી રૂ. એક કરોડના ડ્રગ્સ સાથે મહંમદ હુસૈનની ધરપકડ કરી હતી. તે ગોરેગાવ ફિલ્મસિટી વિસ્તારમાં ડ્રગ્સ વેચતો હતો. તેની પાસેથી 270 ગ્રામ હેરોઈન નામે ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 1.08 કરોડ છે. આરોપી સંતોષનગર વિસ્તારનો રહેવાસી છે. આરોપી ફિલ્મસિટીમાં અનેક દિવસોથી ડ્રગ્સ વેચતો હતો.

અન્ય સમાચારો પણ છે...