પાર્સલોમાં ડ્રગ્સ છુપાવીને ઓસ્ટ્રેલિયા મોકલવાનું મોટું કૌભાંડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. આ સંબંધે બે જણની ધરપકડ કરવામાં આવી છે. વિશ્વસનીય માહિતીને આધારે એનસીબી મુંબઈની ટીમે શુક્રવારે મુંબઈ ખાતેથી 4.880 કિલો ચરસ પકડી પાડ્યું હતું, જેનું મૂલ્ય આશરે રૂ. 50 લાખ છે.
આ ડ્રગ્સ વોટર પ્યુરિફાયરની અંદર વિશેષ પોલાણ બનાવીને તેમાં છુપાવેલું હતું. આ પાર્સલ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. આ પછી પાર્સલ મોકલનાર અને કુરિયર એજન્ટને આંતરવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં એવું બહાર આવ્યું કે કુરિયર ફ્રેન્ચાઈઝ માલિક પણ ડ્રગ ટ્રાફિકિંગમાં સંડોવાયેલો છે.
કુરિયર એજન્ટ પાર્સલ મોકલનારની ઓળખની વિશ્વસનીયતા તપાસ્યા વિના જ પાર્સલ મોકલી દેતો હતો. તેણે આ રીતે મુખ્ય પ્રાપ્તિકર્તાની સૂચના પર અનેક વાર પાર્સલમાં ડ્રગ્સ મોકલ્યું છે, એમ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.