રોગચાળો:મુંબઈમાં ડેંગ્ય-મેલેરિયાના દર્દીઓમાં ધરખમ વધારો, સ્વાઈન ફ્લૂ જેવા રોગ ફેલાવો નિયંત્રણમાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં ચોમાસાના રોગ ખાસ કરીને સ્વાઈન ફ્લૂનો ફેલાવો ઓછો થઈ રહ્યો છે. પણ મેલેરિયા અને ડેંગ્યૂનું ઈન્ફેક્શન થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂના ફક્ત 3 દર્દી મળ્યા હતા. એની સામે મેલેરિયાના 89 દર્દીઓની નોંધ થઈ. કોરોનાનું જોખમ ઓસરી રહ્યું છે ત્યારે સ્વાઈન ફ્લૂના દર્દીઓ વધતા ડરનું વાતાવરણ હતું. ઓગસ્ટના પહેલા જ અઠવાડિયામાં 80 દર્દીની નોંધ થતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયો હતો. જો કે એ પછી દર્દીઓની સંખ્યા ઘટવા માંડી. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં 4 તારીખ સુધી ફક્ત 3 નવા દર્દીઓ મળ્યા.

તેથી સ્વાઈન ફ્લૂનો નિયંત્રણમાં હોવાનું દેખાય છે. આ વર્ષે અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના 301 દર્દીઓ મળ્યા છે જેમાંથી ફક્ત 2 દર્દીના મૃત્યુ થયા છે.દરમિયાન મેલેરિયા અને ડેંગ્યૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ અઠવાડિયામાં મેલેરિયાના 89 દર્દીઓ અને ડેંગ્યૂના 29 દર્દીઓ નોંધાયા. ગેસ્ટ્રોના 38 દર્દીઓની નોંધ પણ થઈ છે. લેપ્ટોના 6, કમળાના 4 દર્દીઓ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ દર્દી : મુંબઈમાં મેલેરિયાના કુલ 2 હજાર 681, લેપ્ટોના 169, ડેંગ્યૂના 382, ગેસ્ટ્રોના 4 હજાર 90, કમળાના (હેપેટાઈટીસ) 373, ચિકનગુનિયાના 11 અને સ્વાઈન ફ્લૂના 301 દર્દી નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...