લોકાર્પણ:ડો. વિજય પંડ્યાના ગ્રંથનું મોરારી બાપુને હસ્તે લોકાર્પણ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલ્મિકી રામાયણના ત્રણ કાણ્ડનું લોકાર્પણ

કાંદિવલીની સંવિત્તિ સંસ્થા દ્વારા કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ)ના સહયોગમાં 6 નવેમ્બરના વાલ્મિકી વંદનાના એક અભિનવ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વાલ્મિકી રામાયણની સમિક્ષિત આવૃત્તિના સાત કાણ્ડમાંથી પ્રગટ થયેલા ત્રણ કાણ્ડનું લોકાર્પણ કાંદિવલીમાં પૂ. મોરારી બાપુના શુભ હસ્તે કરાશે. અમદાવાદના ડો. વિજય પંડયાએ આ ભગીરથ કાર્ય પાર પાડયું છે. સંસ્કૃતના પ્રખર વિદ્વાન ડો. વિજય પંડયા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પ્રાચ્યવિદ્યાવિદ (ઈન્ડોલોજિસ્ટ) છે. ડો. પંડયા આ ઐતિહાસિક કાર્ય 2004થી એકલા હાથે કરી રહ્યા છે. હજી ચાર કાણ્ડ પર કામ ચાલુ છે. આ અનુવાદિત આવૃત્તિ સંશોધકો, અભ્યાસુઓ અને સાહિત્યપ્રેમીઓ માટે રસનો વિષય ગણાય.

સમિક્ષિત આવૃત્તિ લોકપ્રિય આવૃત્તિથી અલગ હોય છે, જયારે કે આજ સુધીમાં વિશ્વમાં અંગ્રેજી સિવાય અન્ય કોઈ ભાષામાં આ આવૃત્તિનું અનુવાદ કાર્ય થયું નથી. ગુજરાતીમાં અનુવાદ કરવાનો યશ ડો. વિજય પંડયાને શિરે છે. હાલ આ ત્રણ કાણ્ડનું લોકાર્પણ પૂ. બાપુના હસ્તે કેઈએસની ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં થશે.આ સાથે આદિ કવિ નરસિંહ મહેતાના અપ્રચલિત અને પહેલી વાર સ્વરાંકિત થયેલા સાત પદોનો “ધન્ય નરસૈયો” નામના મ્યુઝિક આલબમનું પણ અનાવરણ પૂજ્ય બાપુના વરદ હસ્તે થશે. આની પરિકલ્પના અપૂર્વ પુરોહિત અને મ્યુઝિકોલોજિસ્ટ હાર્દિક ભટ્ટની છે. કાર્યક્રમનું સંચાલન સંવિત્તિના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...