સર્વેક્ષણ:મુંબઈ પાલિકાની ઘેરઘેર જઈને ‌BP તપાસ ઝુંબેશ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માં 18 થી 69 વયજૂથમાં દર્દીઓના પ્રમાણમાં સતત વધારો થયો છે

મુંબઈગરાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે જ્યારે બ્લડપ્રેશરના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. મહાપાલિકાએ કરેલા સર્વેક્ષણમાં 18 થી 69 વર્ષના વયજૂથમાં આવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું દેખાય છે.

બ્લડપ્રેશરનો ત્રાસ હોય એવા લોકોનું પ્રમાણ 34 ટકા હોવાથી મહાપાલિકા તરફથી 15 ઓગસ્ટથી ઘેરઘેર, મોલમાં સર્વેક્ષણ કરવા સાથે દરેક હોસ્પિટલમાં બ્લડપ્રેશર તપાસ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. કોરોનાના સંક્રમણ પછી વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્દેશ અનુસાર મુંબઈમાં 5 હજાર દર્દીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.

એમાંથી 34 ટકા વ્યક્તિઓમાં બ્લડપ્રેશરના લક્ષણો દેખાયા. તેથી મહાપાલિકાએ હાઈ બ્લડપ્રેશરના લક્ષણ અનુસાર ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત આરોગ્ય તેમ જ આશા કર્મચારી દરેક ઘરે જઈને ટેસ્ટ કરશે. આ સુવિધા મોલમાં પણ ઉપલબ્ધ શરૂ કરવામાં આવશે એમ અતિરિક્ત આયુક્ત ડો. સંજીવકુમારે જણાવ્યું હતું. નોન-ઈન્ફેક્શનલ બીમારી પર દુર્લક્ષ ન થાય એ માટે મહાપાલિકાના કાર્યક્રમ અંતર્ગત આ સર્વેક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એના માટે 4 જુલાઈથી 3 હજાર કરતા વધુ આરોગ્ય સેવિકા, તેમ જ આશા સેવિકાનું પ્રશિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ પછી આરોગ્ય અને આશાસેવિકા ઘેરઘેર જઈને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની ટેસ્ટ કરશે. હાઈ બ્લડપ્રેશર સર્વેક્ષણના આગામી તબક્કામાં ડાયાબિટીસ ટેસ્ટ, મોઢું, ગર્ભાશય અને સ્તનના કેન્સર માટે ટેસ્ટ સેંટર શરૂ કરવાની મહાપાલિકાની ઈચ્છા હોવાનું ડો. કુમારે નોંધ્યું હતું.

દરેક મુંબઈગરા સુધી પહોંચશે
આ સર્વેક્ષણ દ્વારા સપ્ટેમ્બરના મધ્ય સુધી દરેક મુંબઈગરા સુધી પહોંચવાનો ઉદ્દેશ મહાપાલિકાએ રાખ્યો છે. એના માટે નાના દવાખાના પણ શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં ચાલુ થનારા 40 દવાખાના રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. એમાં 250 ડોકટરોની નિયુક્તી કરવામાં આવશે. જે દર્દીઓ આ મેડિકલ સુવિધાનો લાભ લેશે તેમને ઘરે દવાની સુવિધા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...