મરાઠી માણસોને છંછેડશો નહીં. મહારાષ્ટ્રનો ઈતિહાસ ખબર નહીં હોય તો બોલો નહીં. રાજ્યપાલ એક પ્રતિષ્ઠાનું અને સન્માનનું પદ હોવાથી તમારી વિરુદ્ધ બોલતાં લોકો ખચકાટ અનુભવે છે, પરંતુ તમારા વિધાનથી મહારાષ્ટ્રની જનતાની ભાવના દુભાઈ છે. મહારાષ્ટ્રમાં મરાઠી માણસોએ મન અને જમીનની સંભાળ રાખી તેથી જ તો અન્ય રાજ્યના લોકો અહીં વેપાર કરવા આવ્યા અને આવી રહ્યા છે ને? બીજી બાજુ તેમને આવું વાતાવરણ મળશે? એમ કહીને રાજ ઠાકરેએ પત્ર થકી રાજ્યપાલને ઈશારો આપ્યો છે.
ચૂંટણી નજીક આવી છે તેથી આવું બોલીને વાતાવરણ ખરાબ નહીં કરો. તમે આવું શા માટે બોલ્યા તે સમજવા જેટલા અમે ભોળા નથી. મરાઠી માણસોને છંછેડશો નહીં. આટલું જ હમણાં તમને કહેવા માગું છું, જય મહારાષ્ટ્ર, એમ પત્રમાં ઈશારો આપ્યો છે. મનસેના મહામંત્રી સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ગમે તે બાબતમાં રાજ્યપાલે નાક ખોસવું નહીં જોઈએ. આ પહેલી વોર્નિંગ છે, શાંતિથી રહો, ગમે તે બાબતમાં હોશિયારી નહીં બતાવો. આ છત્રપતિ શિવાજી મહારાજનું, ફુલે- શાહુ- આંબેડકરનું મહારાષ્ટ્ર છે. મુંબઈની પ્રગતિમાં મરાઠી માણસોનો હાથ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉપરનું ખાનું ખાલી છે
મનસેના પ્રવક્તા ગજાનના કાળેએ ટ્વીટ કરીને જણાવ્યું કે હવે બહુ થયું, હવે તેમણે ઘરે બેસવું, મરાઠી માણસોને જ્ઞાન આપવાની ઝંઝટમાં પડશો નહીં. નામમાં ભગતસિંહ છે એટલું જ તેમનું કર્તૃત્વ છે. બાકી ઉપરનું ખાનું ખાલી હોય તેમલાગે છે. સંતાપજનક અને વિરોધ, એમ તેમણે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.