સાવધ ભૂમિકા:રાજ્યપાલ કયા સંદર્ભમાં બોલ્યા ખબર નથીઃ ભાજપની સાવધ ભૂમિકા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવનકુળે અને મુનગંટીવારે પવારનો દાખલો આપ્યો

રાજ્યપાલ ભગતસિંગ કોશ્યારીના વક્તવ્યને લઈ વિવાદ સર્જાતાં ભાજપે સાવધ ભૂમિકા લીધી છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્યપાલ કયા સંદર્ભમાં બોલ્યા તે ખબર નથી એમ કહીને આ પ્રકરણે કાન પર હાથ મૂકી દીધા હતા, જ્યારે મંત્રી સુધીર મુનગંટીવારે રાજ્યપાલને એવું કહેવું નહોતું એમ કહીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.મુનગંટીવારે જણાવ્યું કે શિવાજી મહારાજ વિશે બોલતી વખતે કોશ્યારીએ કાળબાહ્ય એવો શબ્દ ઉપયોગ કર્યો નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારને લોકો જાણતા રાજા કહેતા હતા.

આથી પવારની શિવાજી મહારાજ સાથે તુલના કઈ રીતે થતી નથી. ઉપરાંત સ્વ. બાળાસાહેબ ઠાકરેને અમુક લોકો પ્રતિશિવાજી કહેતા. આનો અર્થ બાળાસાહેબ પ્રતિશિવાજી હતા કે? આપણે દાખલો આપતી વખતે પ્રતિકાત્મકતા તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. બે ભાઈમાં પ્રેમ હશે તો આપણે તેમને રામ અને લક્ષ્મણ કહીએ છીએ. તેમાં કોઈને અનાદર કરવાનો હેતુ નથી, એમ કહીને તેમણે રાજ્યપાલનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.બાવનકુળેએ જણાવ્યું કે રાજ્યપાલ ચોક્કસ કયા સંદર્ભમાં બોલ્યા તેની જાણ નથી.

જોકે છત્રપતિ શિવાજી બધાના આદર્શ હોઈ તેમની તુલના કોઈની સાથે નહીં કરી શકાય. આ જ રીતે સાવરકર વિશે રાહુલ ગાંધીએ કરેલા વક્તવ્ય પરથી બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરેની પણ ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેમાં જો હિંમત હોય તો પ્રથમ મહાવિકાસ આઘાડીમાંથી બહાર નીકળીને બતાવે આ પછી સાવરકર વિશે પ્રેમ સિદ્ધ કરે. ઠાકરે કોંગ્રેસ તરફી થઈ ગયા છે. આથી જ તેમને અમારા સાવરકર માટેનું આંદોલન દેખાવ લાગે છે, એવી ટીકા તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...