દોડવાનો વિક્રમ:ડોંબિવલીના યુવાનનનો 61 દિવસ સુધી રોજ 42 કિમી દોડવાનો વિક્રમ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોંબિવલીમાં એક 29 વર્ષીય યુવાન વિશાક કૃષ્ણસ્વામીએ પોતાના વિક્રમી દોડની ગિનેસ બુકમાં નોંધ લેવડાવી છે. સળંગ 61 દિવસ સુધી દરરોજ 42.195 કિમી દોડવાનો વિક્રમ તેણે નોંધાવ્યો છે. ડોંબિવલીના ઘરડા સર્કલ નજીક સાવલારામ મહારાજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં તેણે આ ઉપક્રમ હાથ ધર્યો હતો.

વીમા કંપનીમાં નોકરી કરતા વિશાકની આ સિદ્ધિ બાદ તુરંત કલ્યાણ ડોંબિવલી મહાપાલિકાના કમિશનર ડો. ભાઉસાહેબ દાંગડેએ તેનું સન્માન કર્યું હતું. અગ્નિશમન દળના જવાનોએ બે મિનિટ સાઈરન વગાડીને તેને માનવંદના આપી હતી. સાત વર્ષ પૂર્વે વિશાકનો દોડવાનો શોખ શરૂ થયો. આ પછી તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેકમાં જીત મેળવી છે.

1 સપ્ટેમ્બરથી તે દરરોજ સવારે 3.30 વાગ્યે દોડવાનું શરૂ કરતો હતો. મંગળવાર 1 નવેમ્બરે 61મા દિવસે પણ તેણેઆ દોડ પૂરી પ્રતિસ્પર્ધીનો વિક્રમ તોડ્યો છે. રોજ 41.195 કિમી 60 દિવસ દોડવાનો વિક્રમ અગાઉ ભારતના અશિષ કાસોડેકરને નામે હતો.ગિનેસ બુક સંસ્થાના માર્ગદર્શન હેઠળ દોડવાનો ઉપક્રમ વિશાકે શરૂ કર્યો હતો.

ગિનેસના વ્યવસ્થાપકોને તેણે આગોતરી માહિતી આપી હતી. આ પછી તેમની દેખરેખ હેઠળ તે દરરોજ દોડતો હતો. સંસ્થાએ લાગુ કરેલી શરતો અને નિયમોનું પાલન કરીને તેણે આ દોડ પૂરી કરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...