હાલાકી:બેસ્ટના કોન્ટ્રેક્ટ કર્મચારીઓના કામ બંધ આંદોલનથી પરેશાની

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 દિવસથી કર્મીઓનું આંદોલન

સળંગ ત્રણ દિવસ બેસ્ટના કોન્ટ્રેક્ટના કર્મચારીઓએ કામ બંધ આંદોલન પોકાર્યું હતું. મરોળ ડેપોના કર્મચારીઓએ કામ બંધ આંદોલન પોકાર્યું હતું. વેતન, બોનસ, નોકરી માટેનો એપોઈન્ટમેન્ટ લેટર વગેરે વિવિધ મુદ્દાઓને લઈને સોમવારે મરોલ ડેપોના કોન્ટ્રેક્ટના કર્મચારીઓએ આંદોલન કર્યું હતું. ખાસ કરીને દિવાળી ટાણે જ આ આંદોલનને લઈને મુંબઈગરા પરેશાન થઈ ગયા હતા.

આ પૂર્વે શનિવાર અને રવિવારે પણ આ કર્મચારીઓએ કામ બંધ આંદોલન કર્યું હતું. રવિવારે જોગેશ્વરીના મજાસ ડેપોમાં શિવ ખાતે પ્રતીક્ષા નગર ડેપોમાં પણ કામ બંધ આંદોલન કરવામાં આવ્યું હતું. બપોરે કર્મચારીઓ, કોન્ટ્રેકટર અને બેસ્ટ પ્રશાસન વચ્ચે થયેલી ચર્ચા પછી કામ બંધ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.

આ પછી સોમવારે અન્ય કંપનીના કર્મચારીઓએ આંદોલન કર્યું હતું. મુંબઈમાં દિંડોશી, મરોલ, શિવાજીનગર, વરલી ડેપોમાં આંદોલન ચાલી રહ્યાં છે. આ આંદોલનને લીધે બેસ્ટની બસ સેવા ખોરવાઈ ગઈ છે.પ્રશાસને પોતાનો આર્થિક ભાર ઓછો કરવા માટે બસ અને ડ્રાઈવરોની કોન્ટ્રેક્ટર થકી નિયુક્તિ કરી છે.

આ કોન્ટ્રેક્ટના કર્મચારીઓમાં છેલ્લા થોડા મહિનાથી અસંતોષ પેદા થયો છે. તેમાં સમયસર પગાર નહીં મળવો, એપોઈન્ટમેન્ટ લેટર નહીં આપવા વગેરે મુદ્દા છે. સળંગ ત્રણ દિવસ કામ બંધ આંદોલન ચાલતું હોવાથી મુંબઈગરા પ્રવાસીઓને અસુવિધા થઈ રહી છે. આ ત્રણેય દિવસે થયેલા આંદોલન અલગ અલગ ડેપામાં હતા. આથી હવે પછી બેસ્ટની પરિવહન સેવા વધુ ખોરવાઈ જશે એવો ડર પ્રવાસીઓને સતાવી રહ્યો છે.

બેસ્ટમાં કોન્ટ્રાક્ટની બસ
આર્થિક ભીંસમાં આવેલા બેસ્ટ પ્રશાસને ખર્ચ ઓછો કરવા માટે પોતાના કાફલામાં કોન્ટ્રેક્ટ પદ્ધતિથી બસ કાફલામાં લેવાનું શરૂ કર્યું છે. આ માટે ટેન્ડર કાઢવામાં આવ્યાં હતાં. બસ અને ડ્રાઈવરની નિયુક્તિ કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવામાં આવ છે, જ્યારે ટેન્ડર નિશ્ચિત કરેલી રકમ કોન્ટ્રેક્ટરે બેસ્ટને આપવી પડે છે. આથી નવી બસ ખરીદી અને નવા ડ્રાઈવરની નિયુક્તિ બેસ્ટને કરવી પડતી નથી. તેની અસરરૂપે બેસ્ટ થોડા પ્રમાણમાં બચત થઈ છે. કોન્ટ્રેક્ટર પાસેથી બેસ્ટની મિની એસી બસ, એસી બસ, ઈલેક્ટ્રિક બસ ચલાવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ ડેપોમાં અલગ અલગ કોન્ટ્રેક્ટર પાસેથી સેવા પૂરી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...