સીબીઆઈનો મોટો ખુલાસો:દિશા સાલિયનનું મોત 14મા માળેથી સંતુલન ગુમાવતાં પડીને જ થયું હતું

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત સિંહની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે સીબીઆઈનો મોટો ખુલાસો

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે સીબીઆઈએ મોટો ખુલાસો કર્યો છે. ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ દ્વારા સાલિયનની હત્યા કરવામાં આવી છે એવું વારંવાર કહેતા હતા ત્યારે સીબીઆઈએ તેમના દાવા ખોટા પાડ્યા છે. 14મા માળ પરથી સંતુલન ગુમાવવાથી પડીને તેનું મૃત્યુ થયું હોવાનું સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે.

છેલ્લા બે વર્ષમાં દિશાના મૃત્યુ પ્રકરણ પરથી રાજકારણ ગરમાયું હતું. ખાસ કરીને રાણેએ સીદા જ આદિત્ય ઠાકરેને આ મૃત્યુ પરથી લક્ષ્ય બનાવ્યા હતા. મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં મુંબઈ પોલીસે આ પ્રકરણની તપાસ કરી હતી. જોકે ઠાકરે સત્તામાં હોવાથી મુંબઈ પોલીસ નિષ્પક્ષ તપાસ કરી નહીં શકે એવો આરોપ ભાજપ દ્વારા કરવામાં આવતો હતો. આ પછી પ્રકરણ સીબીઆઈને સોંપવામાં આવ્યું હતું. સીબીઆઈ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સાથે દિશાના મૃત્યુની પણ તપાસ કરી રહી હતી.

છેલ્લાં બે વર્ષ સીબીઆઈએ ઊંડાણથી તપાસ કરી હતી. ફોરેન્સિક તપાસનો અહેવાલ, અનેક સાક્ષીદારોએ નોંધાવેલા જવાબ, તબીબી પરીક્ષણોનો અહેવાલની તપાસ સીબીઆઈએ કરી હતી. તપાસ બાદ સીબીઆઈએ નિષ્કર્ષ રજૂ કર્યા છે.અહેવાલમાં સીબીઆઈએ કહ્યું છે કે સંતુલન જવાથી જ 14મા માળ પરથી દિશા નીચે પડી હતી અને તેનું મૃત્યુ થયું. દિશાના મૃત્યુ પ્રકરણે સુશાંત સિંહના મૃત્યુ પ્રકરણ સાથે કોઈ સંબંધ નથી એવું પણ સ્પષ્ટ કર્યું છે.

દિશાના મૃત્યુ પછી પાંચ દિવસે સુશાંતસિંહે આત્મહત્યા કરતાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપના નેતા નિતેશ રાણેએ આ બંને મૃત્યુ એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવો આરોપ કર્યો હતો. જોકે સુશાંતસિંહે આત્મહત્યા જ કરી હતી એવું અગાઉ સીબીઆઈની તપાસમાં સ્પષ્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...