વિરોધ:ઈલેક્ટ્રિસિટી વ્હીલિંગ ચાર્જીસ વધારવા સામે આહારનો વિરોધ

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન (આહાર), મુંબઈ ઉપનગરોમાં 800થી વધુ હોટેલ્સ અને રેસ્ટોરાં સંગઠન છે, જેણે તેના તમામ વીજળી ગ્રાહકો પાસેથી બેસ્ટ અંડરટેકિંગ દ્વારા વસૂલવામાં આવતા “વ્હીલિંગ ચાર્જ’ બાબતે મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) સામે વાંધો ઉઠાવ્યો છે. “એમઈઆરસી″ સામે બેસ્ટ દ્વારા તાજેતરની અરજીમાં વ્હીલિંગ ચાર્જ વધારીને રૂ. 2.26 / પ્રતિ યુનિટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.આહાર અનુસાર, બેસ્ટ દ્વારા તેના છૂટક વીજ ગ્રાહકો પાસેથી “વ્હીલિંગ ચાર્જ” વસૂલવું એ ગેરકાયદેસર છે અને તે વીજળી અધિનિયમ અને એમઈઆરસી નિયમોનું ઉલ્લંઘન છે.

આહાર દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટની વ્યાખ્યા (76)નો ઉલ્લેખ કર્યો છે “વ્હીલિંગ” એટલે ઓપરેશન કે જેમાં વિતરણ લાઈસન્સધારકની વિતરણ પ્રણાલીનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા ચાર્જની ચુકવણી પર વીજળીના પરિવહન માટે કરવામાં આવે છે.

એમઈઆરસી રેગ્યુલેશન્સ ૨૦૧૯ ના રેગ્યુલેશન નંબર (૩૨) માં એવી વ્યાખ્યા કરેલ છે કે “ડિસ્ટ્રિબ્યુશન વાયર બિઝનેસ” નો અર્થ વિતરણ પરવાનાધારકના સપ્લાયના ક્ષેત્રમાં વીજળીના વ્હીલિંગ માટે વિતરણ પ્રણાલીના સંચાલન અને જાળવણીનો વ્યવસાય.

બેસ્ટ ઉપક્રમ “ઓપન એક્સેસ” આપતું નથી, એટલે કે, તે અન્ય વ્યક્તિને વીજળીના પરિવહન માટે તેના વિતરણ નેટવર્કનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. બેસ્ટ ઉપક્રમ “ડિસ્ટ્રિબ્યુશન વાયર બિઝનેસ”માં નથી. બેસ્ટ અન્ડરટેકિંગ રિટેલ સપ્લાય બિઝનેસમાં છે. એમઆઈઆઈકેઃ રેગ્યુલેશન્સનું રેગ્યુલેશન 75 મુજબ એવી વ્યાખ્યા કરેલ છે કે “રિટેઈલ સપ્લાય બિઝનેસ’ એટલે કે ડિસ્ટ્રિબ્યુશન લાઈસન્સધારક દ્વારા તેના ગ્રાહકને લાઈસન્સની શરતો અનુસાર વીજળીના વેચાણનો વ્યવસાય.

અન્ય સમાચારો પણ છે...