ભાસ્કર વિશેષ:દર બુધવારે ડાયાબિટિસ - હાઈપરટેન્શન ટેસ્ટ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200 આરોગ્ય કેન્દ્રમાં મુંબઈ મહાપાલિકા મહાઝુંબેશ ચલાવશે

મુંબઈગરાઓને ઘેરઘેર જઈને ડાયિટિસ અને હાઈપરટેન્શન તપાસવાની ઝુંબેશમાં હવે દર બુધવારે મહાપાલિકા 10 હજાર મુંબઈગરાઓની ટેસ્ટ કરશે. એમાં બીમારી હશે તો જરૂરી સારવાર, માર્ગદર્શન અને જનજાગૃતિ કરવામાં આવશે.

મહાપાલિકાના 200 આરોગ્ય કેન્દ્રમાં આ ઝુંબેશ ચલાવવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત ડો. સંજીવકુમારે આપી હતી. ગયા અઠવાડિયેથી શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં સાડા ચાર હજાર જણની ટેસ્ટ કરવામાં આવી છે. મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉપક્રમ સહિત નાગરિકોનું આરોગ્ય સારું રાખવા માટે મહાપાલિકા વિવિધ ઉપાયયોજના કરે છે.

સતત દોડધામ, ટાણેકટાણે ભોજન, વ્યાયામનો અભાવ અને જંક ફૂડની આદત જેવા કારણથી લગભગ 34 ટકા મુંબઈગરામાં હાઈપરટેન્શન હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્દેશ અનુસાર મહાપાલિકાએ 5 હજાર નાગરિકોમાં સ્ટેપ સર્વેક્ષણ કર્યું હતું. આ પાર્શ્વભૂમિ પર મુંબઈગરાઓમાં તાણ ઓછો કરવા મહાપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

ઘેરઘેર જઈને કરેલી પ્રાથમિક ટેસ્ટમાં બીમારી હોવાનું નિષ્પન્ન થશે તો સારવાર, સલાહ અને ગંભીર સ્વરૂપની બીમારી હોવાનું જણાશે તો મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન, કૂપર અથવા મહાપાલિકા સંબંધિત વિશેષ હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પર બીએમએસ ડોકટરના માધ્યમથી નજર રાખવામાં આવશે.

50 લાખ લોકોના ટેસ્ટ
મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર, આશા વર્કર, ડોકટરોના માધ્યમથી અમલમાં મૂકાયેલા આ ઉપક્રમમાં ઘેરઘેર ગયા પછી વરિષ્ઠ નાગરિક, નાના બાળક, ગર્ભવતી મહિલાઓ અને સામાન્ય નાગરિકોના આરોગ્ય બાબતે સંપૂર્ણ માહિતી લેવામાં આવશે. આ પ્રાથમિક તપાસ માટે જરૂરી ટ્રેનિંગ તેમને આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવશે.

મુંબઈના 30 વર્ષથી મોટા લગભગ 50 લાખ નાગરિકોની ટેસ્ટ કરવામાં આવશે એમ ડો. સંજીવકુમારે જણાવ્યું હતું. એમાં વરિષ્ઠ નાગરિકો અને ગર્ભવતી મહિલાઓને જરૂરી સારવાર મેળવી આપવા મદદ કરવામાં આવશે. તેથી ઘણો ફાયદો થશે. મહાપાલિકા પાસે હાલની સ્થિતિમાં 4 હજાર 500 આશા વર્કર છે. એમાં વધુ 5 હજાર 500 આશા વર્કરની ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...