શિંદે-ફડણવીસ સરકારે આગામી મહાપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીમાં જનતાને આકર્ષવા 100 નંબર સંકલ્પનાની તૈયારી શરૂ કરી છે. એ અનુસાર સમાજના તમામ ઘટકોને ખુશ કરવા સાથે રાજ્યનું વિકાસચંક્ર વધુ ઝડપી બનાવવા ખાસ 100 દિવસનો વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકાર સ્થિર થયા પછી શિંદે-ફડણવીસે આગામી સમયમાં થનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે કમર કસી છે.
આ ચૂંટણીઓ બીજા પછાતવર્ગના અનામત સહિત થવાની હોવાથી સરકારને રાહત મળી છે. શિંદે સરકારની સાચી કસોટી આગામી મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં થવાની છે. એના માટે આ ચૂંટણીઓ પહેલાં વિવિધ યોજના અને ઉપક્રમના માધ્યમથી લોકોમાં સરકાર વિશે પોતીકાપણાંની ભાવના ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. નાગરિકોને આકર્ષવા માટે 100 દિવસના નક્કર કાર્યક્રમની અમલબજાવણી શરૂ થઈ છે.
નવી સરકાર તરફથી 100 દિવસમાં લોકોપયોગી યોજના અને ઉપક્રમને અગ્રતા આપીને અમલમાં મૂકવામાં આવી છે. એના માટે મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવે તમામ વિભાગો પાસેથી 100 દિવસમાં અમલમાં મૂકી શકાય એવી યોજનાઓ અને ઉપક્રમની વિગતો મગાવી છે. એ અનુસાર તમામ વિભાગના સચિવે પોતાના વિભાગના માધ્યમથી કઈ લોકોપયોગી યોજના અમલમાં મૂકી શકાય એની રૂપરેખા મુખ્ય સચિવને રજૂ કરી છે.
એમાં મુખ્યત્વે મહાપાલિકા જિલ્લા પરિષદ ચૂંટણીને નજર સમક્ષ રાખીને અમૃત2.0 અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, તમામ શહેરમાં કરવામાં આવતી માનવી પદ્ધતિથી અંડરગ્રાઉન્ડ ગટરની સફાઈ બંધ કરીને મશીન દ્વારા જ સફાઈ કરવી, તમામ મહાપાલિકાઓમાં અનધિકૃત બાંધકામને વપરાશ લાયસંસ આપવા અભય યોજના અમલમાં મૂકવી જેવી મહત્વની યોજના અમલમાં મૂકવા પર ભાર આપવામાં આવશે. આ બાબતે નગરવિકાસ, ગ્રામવિકાસ, કૃષી, સહકાર, આરોગ્ય, શિક્ષણ જેવા મુખ્ય વિભાગ તરફથી આવેલી લોકહિતની અને સમયસર અમલબજાવણીના યોગ્ય પ્રસ્તાવ ભેગા કરીને એના આધારે સરકાર પોતાની 100 સંકલ્પનાઓને ટૂંક સમયમાં જાહેર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.