આઠ કાર્યકરોની અટકાયત:ઘેરઘેર પત્ર વહેંચતા મનસેના કાર્યકરોની અટકાયત શરૂ કરાઈ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ ઠાકરેએ ​​​​​​​લોકોનું વ્યાપક સમર્થન મળે તે માટે આ પહેલ શરૂ કરી છે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો લાઉડસ્પીકર્સ માટે સંમત ડેસિબલ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો પોલીસને જાણ કરવાની અપીલ કરતો પત્ર ઘરે ઘરે વિતરણ કરવા માટે મનસેના આઠ કાર્યકરોની મુંબઈ પોલીસે શુક્રવારે અટકાયત કરી હતી.મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મનસેના કાર્યકર્તાઓ પત્રો વહેંચી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓ પહોંચ્યા અને આઠ કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજ ઠાકરેએ ગુરુવારે કાર્યકરોને હાકલ કરી હતી કે તેઓ લાઉડસ્પીકરનો મામલો કાયમ માટે સમાપ્ત કરવા માગે છે, જે માટે લોકોના વ્યાપક સમર્થનની જરૂર પડશે. આથી કાર્યકર્તાઓએ લાઉડસ્પીકર મામલે જનજાગૃતિ લાવવા ઘેરઘેર જઈને પત્ર પહોંચાડવા જોઇએ. તેમની અપીલના બીજા દિવસથી મનસે કાર્યકરોએ પત્ર વહેંચો ઝુંબેશ કરી દીધી છે.રાજના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરાયેલા પત્રમાં, ઠાકરેએ જણાવ્યું છે કે તેમની પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યા પછી લાઉડસ્પીકર રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.

આપણે લાઉડસ્પીકરની સમસ્યાને કાયમી ધોરણે સમાપ્ત કરવી પડશે. તમારે માત્ર એ ખાતરી કરવાની જરૂર છે કે મારો પત્ર તમે જ્યાં રહો છો તે વિસ્તારના દરેક ઘર સુધી પહોંચે. અમને લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની અમારી માગણી માટે લોકોના વ્યાપક સમર્થનની જરૂર છે, એમ પત્રમાં જણાવ્યું હતું.

પોલીસ હેન્ડલ પર ટેગ કરો: જો જરૂરી હોય, તો તેમને ફેસબુક અને ટ્વીટર પરના સત્તાવાર પોલીસ હેન્ડલ્સ પર ટેગ કરો. તેનો રેકોર્ડ રાખવાનું ભૂલશો નહીં. સૌથી મહત્વપૂર્ણ એ છેક મહેરબાની કરીને મનસે કાર્યકર્તાનું નામ અને નંબર સાચવો જે તમને આ પત્ર આપશે. જો તમને કોઈ સમસ્યા હશે, તો મનસે કાર્યકર્તા તમારો સંપર્ક કરશે. ગુડી પડવા પર અને બાદમાં ઔરંગાબાદમાં તેમની રેલી દરમિયાન, ઠાકરેએ કહ્યું હતું કે મસ્જિદોની ઉપરના લાઉડસ્પીકર દૂર કરવા જોઈએ.

રાજ ઠાકરેનો જનતા માટે સંદેશ
પત્રમાં રાજ ઠાકરેએ સામાન્ય જનતાને સંદેશ આપ્યો છે કે જો લાઉડસ્પીકરનો અવાજ 55 ડેસિબલથી વધી જાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરો. જો રિપોર્ટ કર્યા પછી પણ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત પોલીસ પર કોર્ટની અવમાનાનો આરોપ મૂકવામાં આવશે. જો કોઈ નિયમોનું પાલન ન કરે તો 100 ડાયલ કરો. કૃપા કરીને પોલીસને કૉલ કરો અને ફરિયાદ દાખલ કરો.

અન્ય સમાચારો પણ છે...