ચઢાવઉતાર:સંખ્યાબળ હોવા છતાં આઘાડીના 3 પક્ષને ફડણવીસે ચિંતામાં મૂકી દીધા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિતેન્દ્ર ઠાકુરને લીધે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અટવાઈ શકે છે

હાથમાં સંખ્યાબળ હોવા છતાં મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોને એકલા ફડણવીસે ચિંતામાં મૂકી દીધા છે. આઘાડીએ અમને રાજ્યસભા આપો અને તમે વિધાન પરિષદ લો એવી રીતસર ઓફર કરી હતી. ફડણવીસે એવાં પાસાં રમ્યાં છે કે અમુક વિધાનસભ્યો ભાજપને અને શિવસેનાને પણ મત આપી નહીં શકશે.

આ પરિસ્થિતિમાં ચૂંટાઈ આવવા માટેની મતની સંખ્યા આપોઆપ ઓછી થશે અને તેનો સીધો ફાયદો ભાજપને થશે. આ નાના પક્ષોમાં અને અપક્ષોમાં હિતેન્દ્ર ઠાકુરની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે.રાજ્યસભાની ચૂંટણી 10 જૂને થવાની છે. આ મતદાન પૂર્વે આઘાડીની ધાસ્તી વધી છે. વિધાનસભ્યો ફૂટી નહીં જાય તે માટે તેમને હોટેલમાં ખસેડવાની તૈયારી ચાલી રહી છે, કારણ કે આ બાજુ ભાજપના ધનંજય મહાડિકન જિતાડવા માટે ફડણવીસે બાંયો ચઢાવી છે. પૂરતું સંખ્યાબળ નહીં હોવા છતાં ફડણવીસે આઘાડીનું ટેન્શન કઈ રીતે વધાર્યું છે તે વાત હવે ધીમે ધીમે બહાર આવી રહી છે.

ભાજપનો મદાર અપક્ષ વિધાનસભ્ય છે, જેમાં નાના પક્ષના 6 અને અપક્ષ 13 છે. આ 29માંથી અનેક વિધાનસભ્ય આઘાડીની નજીકના છે. જોકે આમાં કિંગમેકર ત્રણ પક્ષ નીવડી શકશે, જેમાં હિતેંદ્ર ઠાકુરનો બહુજન વિકાસ આઘાડી, એમઆઈએમ અને સમાજવાદી પાર્ટી તથા મનસેનો સમાવેશ થાય છે.

13 અપક્ષ વિધાનસભ્યનું મહત્ત્વ : આ ચાર પક્ષ સાથે 13 અપક્ષ વિધાનસભ્ય છે, જેમાં રવિ રાણા, રાજેન્દ્ર યડ્રાવકર, સંજયમામા શિંદે, પ્રકાશ આવાડે, આશિષ જયસ્વાલ, નરેંદ્ર ભોંડેકર, મંજુલા ગાવિત, ચંદ્રકાંત પાટીલ, વિનોદ અગ્રવાલ, કિશોર જોરગેવાર, ગીતા જન, મહેથ બાલદી, રાજેન્દ્ર રાઉતનો સમાવેશ થાય છે. આમાંથી મોટા ભાગના વિદર્ભના છે. આથી હોર્સટ્રેડિંગ થઈને મતો ફૂટવાની શકયતા છે. જો આઆવું થાય તો શિવસેનાના ઉમેદવાદ સંજય પવારની મુશ્કેલી વધી શકે છે. વાસ્તવમાં ભાજપે ઉમેદવાર ઉતાર્યો ત્યારે જ આ ચૂંટણી રસીકસીભરી બની ગઈ હતી.

જોકે તે છતાં આઘાડીને જીતી આવવાનો આત્મવિશ્વાસ હતો, પરંતુ ફડણવીસ એક પછી એક ગાળિયો બનાવતા ગયા, જેને લીધે આઘાડીના ત્રણેય પક્ષ ભીંસમાં આવી ગયા છે. અંતે આઘાડીએ જાહેરમાં ભાજપને ઓફર આપવાનો વારો આવ્યો હતો. આથી હવે આ સર્વ ચઢાવઉતારમાં કોણ બાજી મારે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

ચાર પક્ષનું મહત્ત્વ શું છે
હાલ બહુજન વિકાસ આઘાડી પાસે 3, એમઆઈએમ પાસે 2, સમાજવાદી પાસે 2 અને મનસે પાસે 1 વિધાનસભ્ય છે. આ ચારેય પક્ષનું મતદાન અત્યંત મહત્ત્વનું છે. આમાંથી બહુજન વિકાસ આઘાડીના ઠાકુર ફડણવીસના નજીકના માનવામાં આવે છે, પરંતુ શિવસેના સાથે પણ તેમનું વેર નથી. આથી તેઓ તટસ્થ રહેવાની વધુ શક્યતા છે. એમઆઈએમની વાત કરીએ તો તે કોઈ પણ રીતે શિવસેનાને ટેકો આપવાની શક્યતા દેખાતી નથી. સમાજવાદીના અબુ આઝાદી અને વધુ એક વિધાનસભ્ય પણ તટસ્થ રહેવાની વધુ શક્યતા છે. મનસેના રાજુ પાટીલનો મત ભાજપને મળી શકે અથવા તટસ્થ રહ શકે. જો આ આઠ વિધાનસભ્ય ઓછા થયા તો ઉમેદવાર ચૂંટી લાવવા માટેના મત હજુ ઓછી પડશે અને તેનો સીધો ફાયદો ભાજપના ધનંજય મહાડિકને થશે.

અન્ય સમાચારો પણ છે...