દિલધડક કવાયતો:હવાઈ યોદ્ધાઓ અને તેમનાં ઉડ્ડયન યંત્રોના સમન્વયનું પ્રદર્શન

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે શનિવારે નાગપુરમાં વાયુસેના નગરમાં વડામથકે એર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવાઈ યોદ્ધાઓ અને તેમનાં ઉડ્ડયન યંત્રો વચ્ચે સમન્વયનું રોમાંચક પ્રદર્શન કરવામં આવ્યું હતું. એર ફેસ્ટનો હેતુ ભારતીય હવાઈ દળની ખૂબીઓ પ્રદર્શિત કરવા સાથે દેશના યુવાનોને કારકિર્દી તરીકે હવાઈદળની પસંદગી કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે. એર માર્શલ વિભાસ પાંડે આ સમયે મુખ્ય અતિથિ હતા.

એર ફેસ્ટનો શુભારંભ ચૌદ એનસીસી એર વિંગ કેડેટ્સ દ્વારા એરો મોડેલિંગમાં તેમની કુશળતા પ્રદર્શિત કરવા સાથે થયો હતો, જેમાં બંને રિમોટ કંટ્રોલ્ડ અને કંટ્રોલ લાઈન મોડેલો ઉડાવવામાં આવ્યા હતા. રિમોટ કંટ્રોલ્ડ એરક્રાફ્ટ દ્વારા લૂપ્સ, રોલ્સ અને આઠના આંકડાનો સમાવેશ ધરાવતું એરોબેટિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે કંટ્રોલ લાઈન મોડેલ દ્વારા ઈન્વર્ટેડ ફ્લાઈંગ, લૂપ્સ અને આઠના વર્ટિકલ આંકડાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પછી પેરામોટર પાઈલચો દ્વારા 1000 ફીટથી સ્પિરલ ડિસેન્ટ અને 300 ફીટ ઊંચાઈથી વિંગઓવર સહિત એરોબેટિક મેનુવર્સ સાથે દર્શકોને રોમાંચિત કર્યા હતા. છ હવાઈ યોદ્ધાઓની આકાશગંગાની આઈએએફ ટીમના સાહસિકોએ 8000 ફીટની ઊંચાઈથી ડોર્નિયર એરક્રાફ્ટમાંથી સ્કાયડાઈવિંગનું શ્વાસ થંભાવી દેનારું પ્રદર્શન કર્યું હતું અને નિયુક્ત ઉતરાણની જગ્યામાં અચૂકતા સાથે ઉતરાણ કર્યું હતું. લીડરે એએફ એન્સાઈન પ્રદર્શિત કર્યું હતું, જે પછી બીજા પેરા જમ્પરે આકાશગંગા ધ્વજ સાથે ઉતરાણ કર્યું હતું અને આખરે ત્રણ ટીમ સભ્યોએ ત્રિરંગા સાથે ઉતરાણ કર્યું હતું.

આ પછી એવરો એરક્રાફ્ટનું પણ પ્રદર્શન યોજાયું હતું. આઈએએફની વિશ્વવિખ્યાત એર વોરિયર ડ્રિલ ટીમના અઢાર હવાઈ યોદ્ધાઓના સિન્ક્રોનાઈઝ્ડ રાઈફલ ડ્રિલ પરફોર્મન્સથી સૌકોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પછી સારંગ હેલિકોપ્ટર એર ડિસ્પ્લે ટીમ દ્વારા ઉડાણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ચાર સુધારિત એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરો ધ્રુવનો સમાવેશ થતો હતો. સારંગ ટીમ દ્વારા વાઈસ ગ્લાસ રચના અને ભારત તથા ડાયમંડની રચના જેવી મંત્રમુગ્ધ કરનારી કવાયત કરી હતી. બે વિમાનોએ આકાશમાં સફેદ હૃદય રંગ્યું હતું. આ પછી હવાઈ સલામી પણ આપવામાં વી હતી.

ચોપરોની કવાયતોએ પાઈલટોની ઉત્કૃષ્ટ કુશળતા અને નિપુણતા બતાવી હતી. નં. 5 એર ફોર્સ બેન્ડે સાઉન્ડ બેરિયર, એય વતન વતન, મેરા મુલ્ક મેરા જેશ વગેરે જેવી માર્શલ ટ્યુન સાથે દર્શકોને મોહિત કર્યા હતા. ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...