નિવેદન નોંધ્યાં:શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્હી પોલીસે વધુ ત્રણ જણનાં નિવેદન નોંધ્યાં

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસઈ ક્રાઈમ બ્રાન્ચમાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે

શ્રદ્ધા વિકાસ વાલકર (27) હત્યાકાંડમાં વસઈમાં આવેલી દિલ્હી પોલીસની ચાર જણની ટીમે રવિવારે વધુ ત્રણ જણનાં નિવેદન નોંધ્યાં હતાં. વસઈ ક્રાઈમ બ્રાન્ચમાં આ નિવેદન નોંધવાની કામગીરી ચાલી રહી છે. શ્રદ્ધાને નજીકથી જાણતા ત્રણ જણનાં નિવેદન રવિવારે નોંધવામાં આવ્યાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.

શ્રદ્ધાની આ વર્ષે મેમાં દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર આફ્તાબ પૂનાવાલા (28) દ્વારા ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. વસઈના માણિકપુરમાં દિલ્હી પોલીસ શુક્રવારથી ધામા નાખીને બેઠી છે અને શ્રદ્ધાના નિકટવર્તીઓનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે. શ્રદ્ધા દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં શિફ્ટ થઈ તે પૂર્વે જ માણિકપુરની હદમાં આફતાબ સાથે રહેતી હતી. શનિવારે દિલ્હી પોલીસે વસઈના ચાર જણની પૂછપરછ હકી, જેમાં 2020માં આફતાબ દ્વારા હુમલા પછી શ્રદ્ધાએ જેમની પાસે સહાય માગી તે બે પુરુષનો સમાવેશ થાય છે. અન્યોમાં શ્રદ્ધા કામ કરતી હતી તે કોલ સેન્ટરના ભૂતપૂર્વ મેનેજર અને શ્રદ્ધાની એક બહેનપણીની પણ પૂછપરછ કરી હતી.

દરમિયાન દિલ્હી પોલીસે રવિવારે દિલ્હીના છત્તરપુરના જંગલ વિસ્તારો અને યુગલ રહેતું હતું તે વિસ્તારમાં નવેસરથી તલાશી લીધી હતી. શ્રદ્ધાના શરીરના બાકીના ટુકડા અને હત્યા માટે ઉપયોગ કરવામાં આવેલું શસ્ત્ર શોધવા ટે આ તલાશી લેવામાં આવી હતી. આફતાબની કસ્ટડી મંગળવારે પૂરી થઈ રહી છે.આફતાબે મેમાં શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેના શરીરના 35 ટુકડા કરીને ભાડાના ઘરમાં ખરીદી કરેલા 300 લિટર ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા હતા. મેહરૌલીના જંગલમાં અલગ અસલ જગ્યાએ પછી અનેક દિવસો સુધી આ ટુકડીઓ ફેંક્યા હતા. બીજી બીજી દિલ્હી પોલીસની વિશેષ ટીમો મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કેસમાં પુરાવા શોધવા માટે મોકલવામાં આવી છે. પોલીસ અનુસાર મુંબઈ છોડ્યા પછી શ્રદ્ધા અને આફતાબ હિમાચલ પ્રદેશ સહિત અનેક સ્થળે ગયાં હતાં અને તેથી આ પ્રવાસ દરમિયાન એવું શું થયું કે શ્રદ્ધાની આફતાબે હત્યા કરી નાખી તેની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...