મુંબઈ મહાનગરમાં અત્યાર સુધી કુલ 3 હજાર 679 મેનહોલ પર ઢાંકણ નીચે મજબૂત સંરક્ષક જાળી લગાડવાનું કામ પૂરું થયું છે. ચોમાસામાં જોરદાર વરસાદના લીધે પાણી ભરાઈ જાય તો કોઈ પણ મેનહોલ પરનું ઢાંકણ નાગરિકોએ કાઢવા નહીં. એના લીધે દુર્ઘટના બની શકે છે. મેનહોલ પરનું ઢાંકણું નાગરિક કાઢશે તો સંબંધિત નાગરિક વિરુદ્ધ મહાપાલિકા પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરશે એનો ઈશારો આપવામાં આવ્યો છે.
મુંબઈમાં ચોમાસા પહેલાંના કામના ભાગ તરીકે દર વર્ષે બધા ઠેકાણેના મેનહોલની તપાસ કરીને જરૂરી રિપેરીંગ કરવામાં આવે છે. આ વર્ષે પણ ઠેકઠેકાણેના મેનહોલની તપાસ કરીને રિપેરીંગ કરવું, જરૂરી હોય ત્યાં નવું મેનહોલ લગાડવાના કામ કરવામાં આવ્યા છે. જોરદાર વરસાદ પછી અને પાણીનો નિકાલ થયા બાદ પણ મહાપાલિકા તરફથી ફરીથી બધા રસ્તાઓનું નિરીક્ષણ કરીને મેનહોલની તપાસ કરવામાં આવે છે. આ નિયમિત ઉપાયયોજના સાથે મેનહોલના ઢાંકણા નીચે પ્રતિબંધક સ્વરૂપની સંરક્ષક જાળી લગાડવાની કાર્યવાહી મુંબઈમાં તબક્કાવાર ચાલુ છે.
અત્યાર સુધીનો વિચાર કરતા મુંબઈમાં કુલ 3 હજાર 679 મેનહોલ પર ઢાંકણાઓ નીચે સંરક્ષક જાળી લગાડવામાં આવી છે. એમાં મુંબઈ શહેર વિભાગમાં 2 હજાર 945, પૂર્વ ઉપનગરોમાં 293 અને પશ્ચિમ ઉપનગરોમાં 441 મેનહોલ પર સંરક્ષક જાળી લગાડવામાં આવી છે એવી માહિતી અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પ્રકલ્પ) પી. વેલરાસુએ આપી છે.
દરમિયાન મુંબઈમાં જોરદાર વરસાદ પડે ત્યારે નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય છે. એ સમયે મહાપાલિકાના સંબંધિત વિભાગના કર્મચારીઓ વરસાદના પાણીનો ઝટ નિકાલ થાય એ માટે આ મેનહોલ ખોલે છે અને ત્યાં જોખમની સૂચના આપતા બોર્ડ પણ લગાડે છે. કોઈ પણ સ્થિતિમાં પાણી ભરાયા હોય એવા ઠેકાણાના મેનહોલ પરના ઢાંકણા નાગરિકોએ જાતે કાઢવા નહીં કારણ કે એના કારણે અકસ્માત થઈ શકે છે એવી હાકલ મહાપાલિકા કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલ અને અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પ્રકલ્પ) પી. વેલરાસુએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.