કોર્ટમાં ખેંચવાનો ઈશારો:ખોખાનો આરોપ કરનારા પર માનહાનિનો દાવોઃ શિંદે જૂથ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજય શિવતારે - Divya Bhaskar
વિજય શિવતારે
  • વારંવાર ભીંસમાં લેતા વિરોધીઓને શિંદે જૂથ હવે કોર્ટમાં ખેંચી જશે

50 ખોખા પરથી ઠાકરે જૂથ અને વિરોધીઓએ શિંદે જૂથને ભીંસમાં લીધું છે. આથી શિંદે જૂથે હવે વિરોધીઓને સીધા જ કોર્ટમાં ખેંચવાનો ઈશારો આપ્યો છે. અમારી પર 50 ખોખાનો આરોપ કરનારા પર માનહાનિનો દાવો ઠોકીશું, એવો ઈશારો શિંદે જૂથના નેતા વિજય શિવતારેએ આપ્યો છે. અમારી પર ખોખા લેવાનો આરોપ કરવાનું બંધ નહીં કરશો તો ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં નેતા સુપ્રિયા સુળે અને અજિત પવારને કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે, એવો ઈશારો તેમણે આપ્યો છે.

વારંવાર ખોખા પરથી ટીકા થઈ રહી હોવાથી તેને પ્રત્યુત્તર આપતાં શિંદે જૂથના નેતાઓ નાસીપાસ થઈ ગયા છે. સુપ્રિયા સુળેની ટીકા સામે પ્રત્યુત્તર આપતી વખતે કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે ગાળાગાળી કરી હતી. આ પૂર્વે શિંદે જૂથના નેતા સંતોષ બાંગરે કહ્યું હતું કે કોઈ ખોખા લીધા છે એવો આરોપ કરે તો તેનું મોઢું ભાંગી નાખો. આ જ રીતે વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ પણ ઠાકરે જૂથના કાર્યકરોના હાથ નહીં તોડાય તો કમસેકમ પગ તોડો એવી ભાષા ભરી સભામાં કરી હતી.

શિંદે જૂથના વિધાનસભ્યોના આ બેફામ વક્તવ્યને લીધે મુખ્ય મંત્રી એકનાથ શિંદે મુશ્કેલીમાં આવ્યા છે અને તે પછી તેમને મામલો સાચવી લેવો પડે છે. બચ્ચુ કડુએ તો લગ્નમાં ગયો તો પણ ખોખું આવ્યું એવું લોકો બોલે છે એવું દુઃખ વ્યક્ત કર્યું. આથી વિરોધીઓને હવે ચૂપ કરવા માટે શિંદે જૂથે સીધા જ કોર્ટનાં પગથિયાં ચઢવાનો ઈશારો આપ્યો છે.

અજિતદાદાએ કેટલા ખોખા લીધા?
શિંદે જૂથના નેતા વિજય શિવતારેએ જણાવ્યું કે રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ પક્ષની શિર્ડીની શિબિરમાં ખોખા પર ટીકા કરી. જોકે પરોઢિયો શપથવિધિ કરવા સમયે અજિતદાદાએ કેટલા ખોખા લીધા તે સુપ્રિયાતાઈએ પૂછીને મહારાષ્ટ્રની જનતાને કહેવું જોઈએ. 1978માં શરદ પવારે સરકાર સ્થાપવા માટે 38 વિધાનસભ્યોને ફોડ્યા હતા. તે સમયે પવારે કેટલા ખોખા આપ્યા હતા તે પણ અમને સુળેએ કહેવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...