રસીકરણનું પ્રમાણ ઓછું:મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રસીકરણમાં ઘટાડો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનમાં દરરોજ 1 લાખ તો અત્યારે 70 હજારનો આંકડો ચાલી રહ્યો છે

રાજ્યમાં દરરોજ કોરોનાના દર્દીઓનો ગ્રાફ ઓછો થઈ રહ્યો છે ત્યારે રસીકરણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે દરરોજનું રસીકરણ 70 હજાર છે જ્યારે જૂનમાં આ આંકડો 1 લાખથી વધારે હતો. જૂન મહિનામાં દરરોજ લગભગ એક લાખ કરતા વધુ નાગરિકોનું રસીકરણ થઈ રહ્યું હતું. ત્રીજી લહેર ઓસર્યા બાદ રસીકરણનું પ્રમાણ ઓછું થયું છે.

મે મહિના સુધી આ પ્રમાણમાં ઘટાડો ચાલુ થતા દરરોજનું રસીકરણ લગભગ 60 હજાર જેટલું ઓછું થયું હતું. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ફરીથી ઝડપથી વધવા માંડી હતી. પરિણામે જૂનના પહેલા અઠવાડિયામાં રસીકરણ માટે પ્રતિસાદ વધ્યો હતો. જૂનમાં ફરીથી દૈનિક રસીકરણ એક લાખ સુધી પહોંચ્યું હતું.

જૂનના છેલ્લા અઠવાડિયાથી કોરોનાગ્રસ્તોની સંખ્યા 3 હજાર કરતા ઓછી થવાની શરૂઆત થઈ. એ પછી આ મહિનાની શરૂઆતથી રસીકરણ ઓછું થયું. છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં દરરોજ લગભગ 70 હજાર નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તેથી મે મહિનાની જેમ ફરીથી રસીકરણની ઝડપ ઓછી થઈ રહી છે.

બાળકોના બીજા ડોઝને ઓછો પ્રતિસાદ: 12 થી 14 વર્ષના વયજૂથના બાળકોના રસીકરણને મળનારો પ્રતિસાદ ઓછો થયો છે. રાજ્યમાં આ જૂથની પહેલા ડોઝનું રસીકરણ લગભગ 60 ટકા થયું છે. તેમ જ બીજા ડોઝ માટે ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે લગભગ 31 ટકા બાળકોએ બીજો ડોઝ લીધો છે. 15 થી 18 વર્ષના વયજૂથના બાળકોમાં પણ આ જ સ્થિતિ છે. આ વયજૂથમાં પહેલા ડોઝનું રસીકરણ લગભગ 65 ટકા અને બીજા ડોઝનું 47 ટકા જ થયું છે.

બુસ્ટર ડોઝની સંખ્યા વધારે
રાજ્યના રસીકરણમાં સૌથી વધુ એટલે કે લગભગ 28 ટકા પ્રમાણ 18 થી 59 વર્ષના વયજૂથના નાગરિકોના બુસ્ટર ડોઝનું છે. બુસ્ટર ડોઝનું રસીકરણ શહેરોમાં વધુ થઈ રહ્યું છે. સૌથી વધુ રસીકરણ મુંબઈ, પુણેમાં થયું છે. ખાનગી હોસ્પિટલમાં બુસ્ટર ડોઝ મળે છે તેથી બીજા જિલ્લાઓમાં પ્રમાણ ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...