ધમકી:શિંદે જૂથના વિધાનસભ્યના પુત્રને મારી નાખવાની ધમકી, વિધાનસભ્ય ગોગાવલેના પુત્રની ગામદેવીમાં ફરિયાદ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ટેકો આપવા માટે ધમકીના કોલ આવતાં શિંદે જૂથના વિધાનસભ્યના પુત્ર અને યુવા સેનાના નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શુક્રવારે આ અંગે પુષ્ટિ આપી હતી.

શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય ભરત ગોગાવલેના પુત્ર વિકાસે ગુરુવારે દક્ષિણ મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદમાં વિકાસે દાવો કર્યો છે કે તેને અજ્ઞાત વ્યક્તિ પાસેથી ફોન કોલ આવ્યો હોત, જેમાં કોલ કરનારી વ્યક્તિએ શિંદે જૂથને ટેકો આપવા માટે ગંભીર પરિણામો ભોગવવા પડશે એવી ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદ પછી કોર્ટની પરવાનગીથી પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ભરત ગોગાવલે રાયગડ જિલ્લાના મહાડ વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઠાકરે સામે બળવો કર્યા પછી તુરંત જ શિંદે દ્વારા પાર્ટીના ચીફ વ્હિપ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...