સમય વેડફાતાં મોત:સર્પદંશ પછી ઉપચારમાં વિલંબ થતાં બે વર્ષની બાળકીનું મૃત્યુ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ હોસ્પિટલમાં આંટાફેરા મારવાને લીધે સમય વેડફાતાં મોત

થાણે જિલ્લાના એક અંતરિયાળ ગામમાં સર્પદંશ બાદ બે વર્ષની બાળકીને સમયસર ઈલાજ નહીં મળી શકતાં મોત નીપજ્યું હતું. શહાપુરના વૈતરણા પાડાની આ બાળકીને શનિવારે વહેલી સવારે સાપે દંશ માર્યો હતો. તેને ઘરથી એક કિલોમીટર દૂર ટેમ્બા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી. આ કેન્દ્ર દ્વારા ખરડી ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.

ખરડીથી તેને શહાપુર પેટા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. આ પ્રક્રિયામાં બે કલાક વેડફાઈ જતાં બાળકીને મોત આંબી ગયું હતું. શહાપુરના તબીબી અધિકારીએ જણાવ્યું કે ટેમ્બા આરોગ્ય કેન્દ્રમાં સર્વદંશ સહિતના 15થી 20 કેસ જ દિવસમાં હાથ ધરવામાં આવે છે. તે કટોકટીના કેસ હાથ ધરવા માટે સુસજ્જ નથી. આ કેસમાં બાળકી માટે વિશેષ સંભાળની જરૂર હતી.

દર્દીઓએ ટેમ્બા આરોગ્ય કેન્દ્રમાં સુધારણા નહીં થાય ત્યાં સુધી ગ્રામીણ હોસ્પિટલ અથવા પેટા જિલ્લા હોસ્પિટલમાં જવું જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું. થાણે જિલ્લા પરિષદના ઉપ પ્રમુખ સુભાષ પવારે ખાતરી આપી હતી કે આ મામલાની તપાસ કરશે અને આવી ઘટનાઓ ટાળવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...