સરકાર જાગી:મેનહોલ સફાઈની જીવલેણ પદ્ધતિ હંમેશ માટે હવે બંધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોબોટિક મશીનની ખરીદી માટે સરકારની ત્રણ મહિનાની મુદત

મેનહોલ, સેપ્ટિક ટેન્કમાં ઉતરીને કામ કરતા સફાઈ કામદારોના ગુંગળામણથી થતા મૃત્યુ પર સરકાર જાગી છે. મશીન દ્વારા જ આ કામ કરવાની સૂચના આપતા ત્રણ મહિનામાં મશીનરી, આધુનિક ઉપકરણો સજ્જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવા વર્ષમાં 1 એપ્રિલથી એક પણ કામદાર મેનહોલમાં ઉતરે નહીં એનું ધ્યાન રાખવાની તાકીદ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે આ બાબતે સરકારને સતત પ્રશ્ન કર્યા હતા. હાથથી મેલુ ઉપાડનારા સફાઈ કામદારની નિયુક્તી પર પ્રતિબંધ મૂકીને તેમનું પુનર્વસન કરવાનો આદેશ આપ્યો હતો. મેનહોલમાં ઉતરીને ગુંગળામણથી મૃત્યુ પામતા કામદારોના વારસદારોને 10 લાખ રૂપિયાનું વળતર મહાપાલિકાએ આપવું એમ પણ બજાવ્યું હતું. એની અમલબજાવણી ચાલુ છે ત્યારે નગરવિકાસ વિભાગે મશીન દ્વારા સફાઈકામ કરવા બાબતે માર્ગદર્શક ધોરણ જારી કર્યા છે.

ત્રણ મહિનામાં 14 કે 15મા નાણાં આયોગનું ભંડોળ, પ્રોત્સાહન અનુદાન, સ્વભંડોળ કે ખાનગી ધોરણે રૂપિયા મેળવીને મશીનના કામ પૂરા કરો એવી સ્પષ્ટ સૂચના છે. દેશમાં દર મહિને ઓછામાં ઓછા 5 કામદાર મેનહોલમાં ગુંગળાઈને મૃત્યુ પામે છે. આ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયો ત્યારે કોર્ટે કેન્દ્રની ટીકા કરી હતી.

દુનિયામાં ક્યાંય પણ માણસને મરવા માટે ગેસ ચેમ્બરમાં મોકલવામાં આવતો નથી. સ્વાતંત્ર્યને 70 વર્ષ થયા છતાં આ જાતિભેદ યથાવત છે. એક ખાસ સમાજે જ આ કામ કરવું પડે છે. સફાઈ કામદારોને માસ્ક, ઓક્સિજન સિલિંડર જેવા જરૂરી સાધનો શા માટે આપવામાં આવતા નથી એવો સવાલ જજ અરુણ મિશ્રાની ખંડપીઠે પૂછ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...