દાઉદના ભાઈ ઈકબાલની ધરપકડ:દાઉદ પાકિસ્તાનમાં જ છેઃ ભાઈ ઈકબાલની માહિતી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપનારો મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ ચોક્કસ ક્યાં છુપાયો છે એવો પ્રશ્ન અનેક વાર પૂછવામાં આવે છે. દાઉદ અને તેના સાગરીત પાકિસ્તાનમાં છુપાયેલા છે. દાઉદના ભાઈ ઈકબાલ કાસકરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને આ માહિતી આપી છે.જૂન 2021માં દાઉદના ભાઈ ઈકબાલની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ એનસીબીએ ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ કરી હતી. આ કેસમાં દાઉદ, શકીલ, અનિસનાં ઠેકાણાં વિશે પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં ઈકબાલે દાઉદ સાથે શકીલ અને અનિસ પાકિસ્તાનાં હોવાનું તેણે જણાવ્યું હતું.

મુંબઈ બોમ્બવિસ્ફોટના આરોપી જાવેદ ચિકના સંબંધમાં પણ ઈકબાલે મહત્ત્વની માહિતી આપી હતી. જાવેદ પાકિસ્તાનમાં ડ્રગ્સનું કામ કરે છે. તેની પાકિસ્તાનમાં ધરપકડ થઈ હતી. તે જેલમાં જઈને આવ્યો છે એમ ઈકબાલે જણાવ્યું છે. આ પૂર્વે દાઉદના ભાણેજ અલીશા પારકરે ઈડીની તપાસમાં ચોંકાવનારી માહિતી આપી હતી. દાઉદ કરાચીમાં મુકામ કરે છે. ઈકબાલના 1986માં જન્મ પૂર્વે દાઉદ ભારત છોડી ગયો હતો. દાઉદ મારો મામો છે અને 1986 સુધી તે ડાંબરવાલા ભવનના ચોથા માળ પર રહેતો હતો.દાઉદ હાલ કરાચીમાં હોવાનું મેં અનેક સંબંધીઓ પાસેથી સાંભળ્યું હોવાનું અલીશાહે જણાવ્યું હતું. તે હિંદુસ્તાન છોડી ગયો ત્યારે મારો જન્મ પણ થયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...