નાગપુરમાં પિતાએ પુત્રી પાસે સંબંધીઓને સંડોવતી સુસાઈડ નોટ લખાવીને પછી હકીકતમાં હત્યા કરી નાખી હતી. જોકે પિતાના મોબાઈલ ફોનમાં ફોટો પરથી પિતાનું કાવતરું પકડાઈ ગયું હતું. નાગપુર શહેરના કલમ્ના વિસ્તારમાં 6 નવેમ્બરે આ ઘટના બની હતી.16 વર્ષની કિશોકી પંખા સાથે લટકીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેનો પિતા શ્રમિક છે. તપાસમાં પિતાની ભૂમિકા બહાર આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરંભમાં પાંચ સુસાઈડ નોટને આધારે મૃતકની સાવકી માતા, કાકા, માસી અને દાદા- દાદી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો.
જોકે તપાસ દરમિયાન પીડિતાના પિતાનો મોબાઈલ ફોન તપાસતાં આ આત્મહત્યા નથી એવી શંકા જાગી હતી. કલમ્ના પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મોબાઈલ ફોનમાં પીડિતા પાસે સુસાઈડનું નાટક કરાવવામાં આવી રહ્યું હોવાનું દેખાયું હતું. પિતાએ પુત્રીને કહ્યું કે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી રહી છે એવું નાટક કરવું, જેના ફોટો પાડી લીધી હતી.
સંબંધીઓને પાઠ ભણાવવાનો એવો દાવો પિતાએ કર્યો હતો.આ પૂર્વે સંબંધીઓને આત્મહત્યા માટે જવાબદાર ગણાવતી પાંચ સુસાઈડ નોટ લખાવી હતી. સુસાઈડ નોટ લખ્યા પછી પુત્રીને ગરદન ફરતે ફાંસો નાખીને સ્ટીલ પર ઊભી રહેવા જણાવ્યું હતું. તેના ફોટો પાડી લીધા હતા. આ પછી સ્ટૂલને લાત મારીને પાડી નાખ્યું હતું. જેને લીધે પુત્રીનું મોત થયું હતું. પિતા અને 12 વર્ષની બહેનની સામે પીડિતાએ દમ તોડ્યો.આ પછી આરોપી ઘરમાંથી બહાર ગયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.