શિવસેનાને મોટો ફટકો:દહિસરની નગરસેવિકા શિંદે જૂથમાં જોડાઈ, બળવો કરતાં ઠાકરે દ્વારા 24 કલાકમાં હકાલપટ્ટી કરાઈ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવસેનાની ભૂતપૂર્વ નગરસેવીકા શીતલ મ્હાત્રેએ પાર્ટી છોડી દઇને એકનાથ એકનાથ શિંદે જૂથમાં મંગળવારે એન્ટ્રી ર્ક્યાંના 24 કલાકમાં જ બુઘવારે તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. મહાપાલિકાની ચૂંટણીના ભાગરૂપે એકનાથ શિંદે જૂથમાં શીતલ મ્હાત્રેની એન્ટ્રીએ રાજકીય ચર્ચાઓને ગતિ આપી છે. શિંદેના બળવાએ રાજ્યનું રાજકીય ગણિત બદલી નાખ્યું છે. તેથી શિવસેના માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ મુંબઈમાં પણ નબળી પડી છે.

આ ધ્યાનમાં લેતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શીતલ મ્હાત્રે શિંદે જૂથમાં જોડાઈ છે, જેથી ચૂંટણીના ગણિતને ઠીક કરી શકાય અને મહાપાલિકામાં પ્રવેશ સરળ બનાવી શકાય. મ્હાત્રેના આ બળવાને ખૂબ મહત્ત્વ મળ્યું છે. આ બળવાથી શિવસેનાને નુકસાન થાય છે કે નહીં તે આવનારા સમયમાં જ જાણી શકાશે, પરંતુ હાલમાં તો એક મતવિસ્તાર માટે નુકસાન હશે.

કોણ છે શીતલ મ્હાત્રે?
શીતલ મ્હાત્રે દહિસરથી શિવસેનાની નગરસેવિકા હતી. તે વોર્ડ નંબર 8માંથી મહાપાલિકામાં શિવસેનાનું પ્રતિનિધિત્વ કરતી હતી. મહાપાલિકામાં મ્હાત્રેની આ ત્રીજી ટર્મ છે. આ સમય દરમિયાન તેણે કાયદો, આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ સહિત મહાપાલિકાની વિવિધ સમિતિઓમાં કામ કર્યું છે, તે સારી વક્તા અને કુશળ આયોજક છે. શિવસેના તરફથી ટિકિટ મેળવવામાં મ્હાત્રેને કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ રાજ્યમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયાં છે. તેથી શિવસેના માટે આ ચૂંટણી વધુ મુશ્કેલ બનશે. તેથી જ તેઓએ બળવો કર્યો હોવાનું કહેવાય છે. દહિસરથી બોરીવલી બેલ્ટમાં ભાજપનો દબદબો છે. ભાજપના ધારાસભ્યો મનીષા ચૌધરી, પ્રવીણ દરેકર, રાણા અને વિનોદ તાવડે આ વિસ્તારમાંથી આવે છે. શિંદે જૂથના ધારાસભ્ય પ્રકાશ સુર્વે પણ આ વિસ્તારના છે. આ પટ્ટામાં ગુજરાતી અને ઉત્તર ભારતીય મતદારો મોટી સંખ્યામાં છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે શીતલ મ્હાત્રે આ બધાને ધ્યાનમાં રાખીને શિંદે જૂથમાં જોડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...