માગણી:ડબ્બાવાળાઓને પોતાની સાઈકલ માટે સુરક્ષિત પાર્કિંગની અપેક્ષા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 89 % ડબ્બાવાળાઓએ મુંબઈમાં સાઈકલ સ્વતંત્ર લેનની માગણી કરી

મુંબઈના ડબ્બાવાળાઓની પર્યાવરણપૂરક સાઈકલ માટે સ્વતંત્ર લેન, સાઈકલ સુરક્ષિત પાર્કિંગ લોટ, રેલવે સ્ટેશનમાં સહેલાઈથી અવરજવર કરવાની સુવિધા મળવી જોઈએ એમ વાતાવરણ ફાઉન્ડેશને કરેલા સર્વેક્ષમમાં જણાયું છે. નોકરિયાતો, વેપારીઓને બપોરના ભોજન માટે ઘરનો ડબ્બો પહોંચાડતા મુંબઈના ડબ્બાવાળાનું મુખ્ય સાધન સાઈકલ છે.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં 9 ભાગમાં સુવિધા બાબતે 500માંથી 220 ડબ્બાવાળાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં સાઈકલ અને એ સંબંધિત પાયાભૂત સુવિધાઓ તથા ડબ્બો પહોંચાડતા ડબ્બાવાળાઓને થતી સમસ્યા પર પ્રકાશ નાખવામાં આવ્યો છે.મુંબઈના ડબ્બાવાળા કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં શહેરના પ્રયત્નમાં ફાળો આપી રહ્યા છે એ સારી બાબત છે.

92 ટકા ડબ્બાવાળા સાઈકલનો ઉપયોગ કરે છે. મુંબઈના ડબ્બાવાળાઓને મોટા ટેકાની જરૂર છે એમ આ સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે. સુરક્ષિત પાર્કિંગ લોટ, પાયાભૂત સુવિધાઓ અને સ્વતંત્ર સાઈકલ લેનની જરૂર છે. તેમ જ ડબ્બાવાળા જેવા બીજા વ્યવસાયો બાબતે સર્વેક્ષણ કરવું જરૂરી છે.

ડબ્બાવાળાઓની માગણી
મુંબઈમાં ચર્ચગેટ, મરિન લાઈન્સ, ગ્રાન્ટ રોડ, પરેલ, દાદર, બાન્દરા, અંધેરી, ઘાટકોપર જેવા 9 ઠેકાણે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. 89 ટકા ડબ્બાવાળાઓએ મુંબઈમાં સાઈકલ સ્વતંત્ર લેનની માગણી કરી હતી. ઘરપહોંચ સેવા આપનારાઓ સાઈકલનો ઉપયોગ કરશે તો હવાની ગુણવત્તા સુધરશે એમ 86 ટકા ડબ્બાવાળાઓએ જણાવ્યું હતું. 63 ટકા ડબ્બા પહોંચાડવા એક દિવસમાં 12 કિલોમીટરથી વધારે અંતર સુધી સાઈકલ ચલાવે છે. 74 ટકા ડબ્બાવાળા સાઈકલ અને લોકલ ટ્રેન બંનેનો ઉપયોગ કરે છે. ડબ્બા લઈ જવા માટે લોકલમાં સ્વતંત્ર ડબ્બો અને સ્ટેશનમાં આવજા કરવા રેમ્પ ઉપયોગી થશે એમ 68 ટકા ડબ્બાવાળાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...