ભાસ્કર વિશેષ:દ. મુંબઈની એલિઝાબેથ હોસ્પિટલનો કાયાકલ્પ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ હોસ્પિટલની બી વિંગને અત્યાધુનિક તબીબી કેન્દ્રમાં ફેરવવામાં આવશે

દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ સ્થિત સૌથી જૂની મલ્ટી- સ્પેશિયાલ્ટી હેલ્થકેર સુવિધામાંથી એક સેન્ટ એલિઝાબેથ હોસ્પિટલની બી વિંગનો કાયાકલ્પ કરવામાં આવશે. જેએસડબ્લ્યુ, સેન્ટ જોસેફ્સ એજ્યુકેશન એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી અને ધ બોમ્બે પ્રોવિન્શિયલ સોસાયટી ઓફ ધ ડોટર્સ ઓફ ધ ક્રોસ વચ્ચે આ માટે કરાર થયા છે, જેના હેઠળ બી વિંગને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે અત્યાધુનિક તબીબી કેન્દ્રમાં ફેરવવામાં આવશે.

આ હોસ્પિટલ 1922માં નર્સિંગ હોમ તરીકે શરૂ કરવામાં આવી હતી, જે વર્ષોનાં વહાણાં વીતવા સાથે આજે 100 પથારીની મલ્ટી- સ્પેશિયાલ્ટી હેલ્થકેર સુવિધા છે. તે છેલ્લાં 100 વર્ષથી દર્દીઓ માટે ઘરથી દૂર ઘર જેવું વાતાવરણ આપીને ગુણવત્તાયુક્ત અને દર્દીલક્ષી સંભાળ થકી કિફાયતી આરોગ્ય સંભાળ આપે છે.

રિડેવલપમેન્ટમાં પરિપૂર્ણ આધુનિક મેડિકલ સેન્ટર હશે, જેમાં 7 માળ અને 2 બેઝમેન્ટ્સ સાથે લગભગ 100,000 ચોરસફીટ જગ્યાને આવરી લેવાશે. 2026માં રિડેવલપમેન્ટ પૂર્ણ થશે, જે પછી તે સેન્ટ એલિઝાબેથ્સ હોસ્પિટલ્સ જેએસડબ્લ્યુ મેડિકલ સેન્ટર તરીકે ઓળખાશે. સેન્ટ જોસેફ્સ એજ્યુકેશન એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી દ્વારા તે રોજના ધોરણે ચલાવાય અને વહીવટ કરવામાં આવે છે.

બે દિગ્ગજોનું વ્યૂહાત્મક જોડાણ
આ પુનઃવિકાસ કરાર વિશે બોલતાં જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા સંગીતા જિંદાલે જણાવ્યું હતું કે બી વિંગનો પુનઃવિકાસ જેએસડબ્લ્યુ ફાઉન્ડેશન માટે વ્યૂહાત્મક જોડાણ છે. અમે જાહેર આરોગ્ય સંભાળ સેવા મજબૂત અને સુધારણા કરવા કટિબદ્ધ છીએ. હાલ અમે કર્ણાટકના બલ્લારી અને મહારાષ્ટ્રના ડોલવીમાં હોસ્પિટલ ચલાવીએ છીએ. સેન્ટ એલિઝાબેથ્સ હોસ્પિટલ મુંબઈની સૌથી પ્રાચીન આરોગ્ય સંભાળ સુવિધામાંથી એક છે. તે કિફાયતી આરોગ્ય સંભાળ આપે છે. બી વિંગને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે આધુનિક મેડિકલ સેન્ટરમાં ફેરવતાં આ હોસ્પિટલ દર્દીઓને વધુ ઈચ્છનીય વાતાવરણ પૂરું પાડશે. આથી જ હોસ્પિટલ સાથે જોડાવાનું ગૌરવજનક લાગે છે.

અન્ય સમાચારો પણ છે...