સિલિંડર વિસ્ફોટ:ખેરવાડી પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં સિલિંડર વિસ્ફોટ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા

બાંદરા પૂર્વમાં ખેરવાડી પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં બે પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરવાડી પોલીસ સ્ટેશન બાંદરા પૂર્વમાં ગવર્નમેન્ટ કોલોનીમાં આવેલું છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી ખાણીપીણીની ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. આવી એક ફૂડ કાર્ટ પર દરોડા પાડ્યા બાદ જપ્ત કરાયેલી વસ્તુઓમાંથી એક સિંલિંડર ખેરવાડી પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યું હતું. આ સિલિન્ડર સોમવારે બપોરે અચાનક ફાટ્યું હતું.

સિલિન્ડર ફાટતાં પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે. દરમિયાન, વિસ્ફોટની માહિતી મળ્યા પછી, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...