કુદરતી આપત્તિ:ચક્રવાત જોખમ નિવારણ પ્રકલ્પના રૂ. 400 કરોડના કામ રખડી પડ્યા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી આપતિના બે વર્ષ વીત્યા છતાં સરકારી યંત્રણાને યાદ નથી

કુદરતી આપત્તિ સામે માનવીનું કંઈ જ ચાલતું નથી. આપત્તિમાંથી પાઠ ભણવો જરૂરી હોય છે અને એનો અભ્યાસ કરીને ભવિષ્યમાં આવી આપત્તિ આવે તો એમાં ઓછામાં ઓછી જીવહાની અને નાણાંહાની થાય એ માટે પ્રયત્ન કરવો જરૂરી હોય છે. જો કે સરકારી યંત્રણા આ જ વાતને ભૂલી ગઈ છે એવું ચિત્ર છે. રાયગડ જિલ્લામાં રાષ્ટ્રીય ચક્રવાત જોખમ નિવારણ પ્રકલ્પ અંતર્ગત પ્રસ્તાવિત કરેલા લગભગ 400 કરોડ રૂપિયાના કામ અત્યારે રખડી પડ્યા છે. નિસર્ગ ચક્રવાત બાદ આ કામ પાટે ચઢે એવું અપેક્ષિત હતું પણ હકીકત જુદી છે.

કોકણના રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પાલઘર અને રાયગડ જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. ચક્રવાતની પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, જીવહાની રોકવી એ આ પ્રકલ્પનો મૂળ ઉદ્દેશ છે. એમાં કિનારાપટ્ટીના ભાગમાં ચક્રવાત નિવાસ શેડ ઊભો કરવો, અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવી, વાડ ઊભી કરવા જેવા કામનો સમાવેશ છે.

મહત્વની વાત એટલે આ કામ માટે વર્લ્ડ બેંકની આર્થિક મદદ મળવાની છે. આ કાર્યક્રમ અંતર્ગત રાયગડ જિલ્લામાં 400 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાના કામ પ્રસ્તાવિત છે. જો કે આ કામ સરકારી ઉદાસીનતાના કારણે રખડી પડ્યા છે. રાયગડ જિલ્લામાં અલિબાગ, મુરુડ અને શ્રીવર્ધન તાલુકામાં 1 હજાર લોકોની રહેવાની વ્યવસ્થા થાય એવો શેડ ઊભો કરવામાં આવનાર છે.

મુરુડ અને શ્રીવર્ધન તાલુકામાં જગ્યા નક્કી કરવામાં આવી છે. અલિબાગ તાલુકામાં હજી અપેક્ષિત જગ્યા મળી નથી. મુરુડ અને શ્રીવર્ધનના કામને મંજૂરી મળીને ટેંડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જો કે કામની શરૂઆત થઈ નથી. અલિબાગ ખાતે અંડરગ્રાઉન્ડ વીજલાઈન નાખવાનું કામ રખડી પડ્યું છે. શ્રીવર્ધન, ઉરણ, મુરુડ ખાતે કામને હજી મંજૂરી મળી નથી. નિસર્ગ ચક્રવાતને બે વર્ષ વીતવા છતાં આ કામ બાકી પડ્યા છે.

NDRFના બેઝ કેમ્પને મંજૂરી મળી નથી
મહાડ ખાતે રાષ્ટ્રીય આપત્તિ નિવારણ પ્રતિસાદ દળનો (એનડીઆરએફ) બેઝ કેમ્પ ઊભો કરવામાં આવે એ માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. એને બે વર્ષ થયા હજી મંજૂરી મળી નથી. રાજ્ય સરકારે બેઝ કેમ્પ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ કરી આપી છે. જગ્યા હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ છે. એનડીઆરએફના બેઝ કેમ્પને મંજૂરી મળતી નથી ત્યાં સુધી રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળનો (એસડીઆરએફ) બેઝ કેમ્પ શરૂ થાય એવી માગણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...