પોલીસ દળમાં ચર્ચાનો વિષય:ક્રિમિનલ્સ ઈન યુનિફોર્મ પુસ્તક વિશે IPS લોબીમાં ઉત્સુકતા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રિમિનલ્સ ઈન યુનિફોર્મ નામે પુસ્તક હાલમાં પોલીસ દળમાં ચર્ચાનો વિષય છે. ખાસ કરીને મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેને પણ આ પુસ્તકમાં રુચિ જાગી છે. પુણેના મહેતા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અને પત્રકારો સંજય સિંહ અને રાકેશ ત્રિવેદી લિખિત આ પુસ્તકના મુખપૃષ્ઠ પર અંબાણીના એન્ટિલિયા જેવી ઈમારતનું ચિત્ર વપરાયું છે.

આ પુસ્તકમાં વર્દીની આડમાં છુપાયેલા અમુક પોલીસના ક્રૂર ચહેરાને દુનિયા સામે લાવવાનો પ્રયાસ કરાયો છે. આ પુસ્તક મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટકો સાથેની કાર અને તે પછી થાણેના વેપારી મનસુખ હિરનની થયેલી હત્યા પર આ પુસ્તક આધારિત હોવાનું કહેવાય છે.

જોકે લેખકો અનુસાર પુસ્તકોનાં પાત્રો, ઘટના અને ઈમારતોમાં વાસ્તવમાં કોઈક સાથે સામ્યતા મળી આવે છે. જોકે તે યોગાનુયોગ હોય છે. આ પુસ્તકમાં અનેક સરકારી સંસ્થા અને તપાસ યંત્રણાનો ઉલ્લેખ છે. જોકે તેની પાછળ તપાસ યંત્રણાની બદનામી કરવાનો ઉદ્દેશ નથી. હજારો ફરજપરસ્ત અધિકારીઓના યોગદાનથી આકાર પામેલો પોલીસનો ગૌરવશાળી ઈતિહાસ ચાર- પાંચ અધિકારીઓનાં ખોટાં કામોથી ભૂંસાઈ જવાનું અશક્ય છે. પુસ્તકમાં આવા જ અમુક કલંકિત અધિકારીઓની વાર્તા છે. સુરક્ષા યંત્રણાને કલંક લાગે એવું કૃત્ય કરતાં અન્ય અધિકારીઓ ખચકાટ અનુભવશે એવો પણ આ પુસ્તકનો ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...