સુરક્ષા વધારી:CSMTની સુરક્ષા હવે ઓસ્કર, મેગી અને અન્ય શ્વાન ટીમ પર

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ. રેલવેના કાફલામાં 29 પ્રશિક્ષિત શ્વાન

મુંબઈ પર ફરીથી 26-11 જેવો હુમલો કરવાની ધમકી ત્રાસવાદીઓએ આપી છે ત્યારે પોલીસે મહત્વના ઠેકાણે સુરક્ષા વધારી છે. સીએસએમટી સ્ટેશનને ત્રાસવાદીઓ દ્વારા 26-11ના લક્ષ્ય કરવામાં આવ્યું હતું. તેથી મધ્ય રેલવેએ પણ સુરક્ષા વધારી છે. મધ્ય રેલવેની ટ્રેનમાં વિસ્ફોટકોનું ઠેકાણું શોધવાની જવાબદારી ડોગ સ્કવોડ પર છે. મધ્ય રેલવેના કાફલામાં 29 પ્રશિક્ષિત શ્વાન છે.

મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં માટુંગા, કર્નાક બંદર, એલટીટી અને કલ્યાણ ખાતે ડોગ પેનલ છે. ત્યાં પ્રશિક્ષિત શ્વાનને રાખવામાં આવે છે. તેમના હેન્ડલર નિમેલા હોય છે. આવી ચાર પેનલમાં કુલ 29 શ્વાન છે જેમાંથી 18 શ્વાન વિસ્ફોટકો શોધવાનું કામ કરે છે. 4 શ્વાન નશીલા પદાર્થો શોધવાનું કામ કરે છે. ગુનેગારોને શોધવાનું કામ 7 શ્વાનને સોંપવામાં આવ્યું છે. ધુર્વા, ઓસ્કર, મેગી, ડેની, જિમી, જીવા જેવા શ્વાનના હેન્ડલર ભારત જાધવ, મિતેશ અંબેતકર, કોન્સ્ટેબલ જે.પી.ગાયકવાડ, બજરંગ નાગરગોજે, રવિન્દ્ર જાંભે, એસ.જી. ગાયકવાડ છે.

પોલીસના શ્વાન માટે પણ રેન્ક અને પ્રમોશન હોય છે. તેમના એ અનુસાર માનસન્માન આપવામાં આવે છે. ઈમાનદારી, બુદ્ધિચાતુર્ય, આજ્ઞાધારકતા તેમ જ તેમની ધ્રાણેન્દ્રિય અતિશય તીવ્ર હોવાથી કોઈ પણ પદાર્થ કે માણસની વાસ ઓળખીને એને શોધે છે. તેમને પણ સહાયક ઉપનિરીક્ષક પદ સુધી પ્રમોશન આપવામાં આવે છે અને પગાર પણ મળે છે. આ ખાસ પ્રશિક્ષિત શ્વાન લેબ્રેડોર જાતીના હોય છે. તેમના ખાસ સંભાળ લેવી પડે છે. ચારથી પાંચ મહિનાના ગલૂડિયા હોય ત્યારે જ તેમને પ્રશિક્ષણ આપવું પડે છે. પણ વિવિધ વિસ્ફોટકો અને નશીલા પદાર્થો સુંઘવાથી તેમનું આયુષ્ય સામાન્ય શ્વાનની સરખામણીએ ટૂંકુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...