છેતરપિંડી:ક્રિપ્ટો ક્લાઉડ માઈનિંગ એપથી અનેકને ચૂનો લાગ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાખ્ખો જમા થયા પછી એપ નિષ્ક્રિય કરીને ઠગ ફરાર

ક્રિપ્ટો ક્લાઉડ માઈનિંગ એપ થકી રોકાણ કરાવીને રૂ. 45 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવા સંબંધે સોલાપુરના એકત્રીસ જણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ક્લાઉડ માઈનિંગ એવી વ્યવસ્થા છે, જે ભાડે લીધેલા ક્લાઉડ કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરીને અને ઈન્સ્ટોલ કર્યા વિના અને સીધા હાર્ડવેર અને સંબંધિત સોફ્ટવેર ચલાવીને બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી માઈન કરવામાં આવે છે.રોકાણકારોને સીસીએચ ક્લાઉડ માઈનિંગ એપ અને ક્રિપ્ટો ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા માટે પૂછવામાં આવ્યું હતું.

આ પછી ક્રિપ્ટો ટ્રેડિંગ અપનો ઉપયોગ કરીને તેમની ભારતીય કરન્સી ડોલરમાં ફેરવવા જણાવવામાં આવ્યું હતું અને સીસીએચ ક્લાઉડ માઈનર એપમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું, એમ મંગળવારે પોલીસે જણાવ્યું હતું.હમણાં સુધી 31 જણે છેતરપિંડીની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો છે.

અમુક રોકાણકારોને આરંભમાં સમયસર વળતરો આપવામાં આવ્યાં હતાં. હજુ ઘણા રોકાણકારો ઠગાયા હોવાની શંકા છે. પીઆઈ ઉદયસિંહ પાટીલે જણાવ્યું કે એપ ડાઉનલોડ કરીને અને ઉચ્ચ વળતરો આપવાની લાલચે નાણાં રોકાણ કરવા માટે લોકોને પ્રેરિત કરીને છેતરપિંડી કરવા સંબંધ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય સોલાપુરમાં જ્વેલરીના વેપારમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...