દેશની સુરક્ષા વધુ મહત્વની:મઝગામ ડોક પરિસરમાં ગગનચુંબી ઈમારતોને મંજૂરી માટે કોર્ટનો ઈનકાર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકોના હક કરતા દેશની સુરક્ષા વધુ મહત્વની

મઝગામ ડોક નજીક ગગનચુંબી ઈમારત ઊભી થશે તો દેશની સુરક્ષિતતાને જોખમ નિર્માણ થઈ શકે છે એવા કારણોસર મુંબઈ મહાપાલિકાની સ્ટોપ વર્ક નોટિસ મળેલી ઉપકર પ્રાપ્ત ઈમારત લક્ષ્મી નિવાસના બાંધકામને મુંબઈ હાઈ કોર્ટ તરફથી રાહત મળી નહોતી. દેશહિત કરતા વ્યક્તિગત હિત હોઈ ન શકે એમ નોંધતા હાઈ કોર્ટે રહેવાસીઓ અને બિલ્ડર કંપનીની અરજી ફગાવી દીધી હોવાથી આ નિયોજિત 19 માળાની ઈમારતનું બાંધકામ હવે થવું શક્ય નથી.

મઝગામ ડોક નજીક ઉંચી ઈમારતોનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે તેમ જ મઝગામ ડોક અતિ સંવેદનશીલ પરિસર છે. તેથી આ પરિસરમાં ઉંચી ઈમારતોને પરવાનગી આપી શકાય નહીં એમ મુંબઈ હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યુ હતું. તેમ જ નાગરિકોના વ્યક્તિગત હક કરતા દેશની સુરક્ષા વધુ મહત્વની હોવાનો મત કોર્ટે નોંધ્યો હતો. દરમિયાન ચાર માળા જ બાંધવાની પરવાનગીવાળા આ પરિસરમાં મુંબઈ મહાપાલિકાએ 2018માં એક બંધાઈ રહેલી વધુ ઉંચી ઈમારતને કામ બંધ નોટિસ બજાવી હતી.

આ પ્રકરણે ડેવલપરે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દેશની સુરક્ષિતતાને જોખમ કેવી રીતે હોઈ શકે છે અને સંરક્ષણ દળે આ બાબતે રજૂ કરેલો મત યોગ્ય છે કે નહીં એ નક્કી કરવા કોર્ટ નિષ્ણાત નથી. અત્યારના ગુનેગારીનું બદલાતું સ્વરૂપ અને વધતા ત્રાસવાદી કૃત્યોને ધ્યાનમાં રાખતા સંરક્ષણ દળે પોતાનો મત નોંધ્યો છે. આવી પરિસ્થિતિમાં અમે હસ્તક્ષેપ કરીયે તો કોર્ટે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને કામ કર્યું એવો અર્થ થશે. ઉપરાંત સંબંધિત જમીન પર ઈમારતનું બાંધકામ થવા એનઓસી ન આપવા બાબતે દેશની સુરક્ષિતતા મહત્વનું કારણ છે એમ માઝગાવ ડોક શિપહિલ્ડર્સ લિમિટેડે અને કેન્દ્ર સરકારે દર્શાવ્યું છે એવું નિરીક્ષણ જજ રમેશ ધાનુકા અને જજ કમલ ોખાટાની ખંડપીઠે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું.

દેશહિતને તિલાંજલી આપી શકાય નહીં : 12 ઓગસ્ટ 2017ના પત્ર દ્વારા ડોકે પહેલી વખત વાંધો ઉઠાવ્યો. ત્યાં સુધી ઈમારતનું 10 માળા સુધીનું બાંધકામ પૂરું થયું હતું. મૂળ ઈમારતના કુટુંબોને પુનર્વસન માટે જરૂરી ઘર સહિત વેચાણ માટે ઘર બાંધવા 19 માળાની ઈમારત બાંધવાની હતી. આમ છતાં મઝગામ ડોકના વાંધા બાદ મહાપાલિકાએ 18 એપ્રિલ 2018ના સ્ટોપ વર્ક નોટિસ દ્વારા બાંધકામ બંધ કરવા જણાવ્યું એમ અરજદારે જણાવ્યું હતું. એનાથી ઉલટું રાજ્ય સરકારે મઝગામ ડોક ક્ષેત્ર 28 જુલાઈ 1987ની અધિસૂચનાથી પ્રતિબંધિત કર્યું છે.

ઉપરાંત બાંધકામ થવાનું છે એમ જાણ થઈ ત્યારે અમે 2009માં આ બાબતે માહિતી લીધી હતી. આજની દુનિયામાં ત્રાસવાદી કૃત્યોનું સ્વરૂપ બદલાયું છે. તેથી ફક્ત કેટલાક લોકોની અગવડ થાય એ માટે દેશહિતને તિલાંજલી આપી શકાય નહીં એવી દલીલ કેન્દ્ર સરકાર તરફથી અનિલ સિંગે અને મઝગામ ડોક તરફથી અસીમ નાફડેએ કરી હતી. ખંડપીઠે એ માન્ય રાખી હતી.

શું છે પ્રકરણ?
મઝગામ ડોક યાર્ડ રોડ ખાતે બ્રહ્મદેવ ખોત માર્ગ પરની જૂની ઈમારત લક્ષ્મી નિવાસ તોડી પાડ્યા બાદ અત્યારે બીજા ઠેકાણે રહેતા મૂળ રહેવાસી તેમ જ બાંધકામ માટે ભાગીદારી ધોરણે સ્થાપવામાં આવેલી કંપનીએ આ પ્રશ્ને 2019માં અરજી કરી હતી.

ઉપકરપ્રાપ્ત ઈમારતના પુનર્વિકાસ માટે વિકાસ નિયંત્રણ નિયમાવલીના નિયમ 33(7) અન્વયેની જોગવાઈ પ્રમાણે આ પ્રકલ્પ અમલમાં મૂકવા અમે 2013માં મ્હાડાની એનઓસી મેળવી. 2015માં મહાપાલિકાએ શરૂઆતમાં પરવાનગી આપી. 2016માં એમસીઝેડએમએની મંજૂરી મેળવી.

જો કે નિયોજિત ઈમારતની જમીન સંરક્ષણ દળ માટે યુદ્ધજહાજ અને સબમરીન બનાવતા મઝગામ ડોક નજીક હોવાથી સરકારી ગોપનીયતા કાયદો 1923ની જોગવાઈ પ્રમાણે પ્રતિબંધિત ક્ષેત્રમાં હોવાથી માઝગાવ ડોકના પ્રશાસને અને સંરક્ષણ દળે બાંધકામ પર વાંધો ઉઠાવ્યો.

અન્ય સમાચારો પણ છે...