કોર્ટનો ઠપકો:જુહુ ખાતેના બંગલોમાં અનધિકૃત ભાગ મામલે રાણેને કોર્ટનો ઠપકો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદો કોઈને ગેરકાયદે બાંધકામ કરવા લાઈસન્સ આપતો નથી : કોર્ટ

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને જણાવ્યું હતું કે, રહેણાક માળખાના ગેરકાયદેસર ભાગોને નિયમિત કરવાની મંજૂરી આપતા કાયદા કોઈ વ્યક્તિને ગેરકાયદે બાંધકામો કરવા માટે લાઇસન્સ આપતા નથી. ન્યાયાધીશ આરડી ધાનુકા અને કમલ ખતાની બેન્ચે મહાપાલિકાને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું કે, રાણે દ્વારા જુહુ વિસ્તારમાં તેમના બંગલો અધીશના ભાગોને નિયમિત કરવા માટે દાખલ કરવામાં આવેલી બીજી અરજી પર કયા કાયદાકીય આધાર પર વિચાર કરી શકાય? અગાઉ મહાપાલિકા અને હાઈ કોર્ટે ગયા મહિને આવી અરજીને ફગાવી દીધી હતી અને બાંધકામને “પ્રથમ દ્રષ્ટિએ’ ગેરકાયદેસર ગણાવ્યું હતું.

નોંધપાત્ર રીતે, 22 જૂને, હાઇ કોર્ટે રાણેની આઠ માળની ઇમારતના ભાગને નિયમિત કરવાના મહાપાલિકાના ઇનકારને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. રાણેએ દાવો કર્યો હતો કે શિવસેના- નિયંત્રિત સંસ્થાએ રાજકીય બદલાની ભાવનાથી તેમની નિયમિતતાની અરજી ફગાવી દીધી હતી. મહાપાલિકાએ દલીલ કરી હતી કે, મંત્રીએ મંજૂર યોજનાનું ઉલ્લંઘન કર્યું હતું અને બંગલા માટે ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઇ)નો દુરુપયોગ કર્યો હતો.

રાણેએ આ મહિનાની શરૂઆતમાં એડવોકેટ શાર્દુલ સિંહ મારફત બીજી અરજી દાખલ કરી હતી. સિંહે એવી પણ દલીલ કરી હતી કે રાણે કદાવર નેતા હોવા છતાં માત્ર હાલના કેસમાં એક વ્યક્તિ તરીકે તેમના રહેઠાણના અમુક ભાગોને નિયમિત કરવા માટે કહી રહ્યા છે. સિંહે રાણે વતી દલીલ કરી હતી કે, હાલનો કેસ એક વ્યક્તિના રહેઠાણને લગતો છે. તે જાહેર જગ્યાને અસર કરતું નથી અથવા જાહેર જનતાને જોખમમાં મૂકતું નથી. હું કમર્શિયલ વેન્ચર નથી બનાવી રહ્યો. હું વ્યાપારી નિર્માતા નથી, પરંતુ એક ખાનગી વ્યક્તિ છું.

સિંહે વધુમાં જણાવ્યું હતું કે નિયમિતતા દરમિયાન કોઈ નિયમોનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરવા માટે રાણે દેખરેખ હેઠળ રહેવા તૈયાર છે. જોકે આના પર બેન્ચે કહ્યું, ખાનગી રહેણાક માળખાના નિયમિતકરણની જોગવાઈ કોઈને પણ તેને ગેરકાયદેસર રીતે બાંધવાનું લાઈસન્સ આપતી નથી. મહાપાલિકાએ રાણેની રેગ્યુલરાઈઝેશન માટેની અગાઉની અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે મંત્રીએ મંજૂર એફએસઆઇ સામે 300 ટકા બાંધકામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...