જામીન આપવાનો નકાર:ભ્રષ્ટાચાર મુદ્દે દેશમુખને ડિફોલ્ટ જામીન આપવાનો કોર્ટનો ઈનકાર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિલ દેશમુખના બે સહાયકોને જામીન આપવાનો પણ નકાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ડિફોલ્ટ જામીન માગતી અરજી વિશેષ સીબીઆઈ કોર્ટે સોમવારે નકારી કાઢી હતી. આ કેસના અન્ય બે આરોપી દેશમુખના માજી પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને માજી પર્સનલ આસિસ્ટન્ટ કંદન શિંદેની જામીન અરજી પણ કોર્ટે નકારી કાઢી હતી.

ડિફોલ્ટ જામીન માટેની અરજી માન્ય કરી શકાય એમ નથી, એમ વિશેષ સીબીઆઈ કોર્ટના જજ એસ એચ ગ્વાલાનીએ જણાવ્યું હતું. આ પ્રકરણમાં 60 દિવસના ફરજિયાત સમયગાળામાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી નથી અને તેણે દાખલ કરેલી ચાર્જશીટ અધૂરી છે. આથી ડિફોલ્ટ જામીન મળવા જોઈએ, એવી વિનંતી દેશમુખ, પાલાંડે અને શિંદેએ કરી હતી.

અરજીમાં એવો પણ દાવો કરાયો હતો કે સીબીઆઈએ ચાર્જશીટ સાથે સુસંગત દસ્તાવેજો સુપરત કર્યા નથી અને જે પણ સુપરત કર્યું છે તે ફરજિયાત સમયગાળા પછી કર્યું છે. ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 173 હેઠળ ચાર્જશીટ આરોપીની ધરપકડ કર્યા પછી 60 દિવસમાં દાખલ કરી દેવાની હોય છે. જો નહીં કરાય તો આરોપી ડિફોલ્ટ જામીન માગી શકે છે.સીબીઆઈએ અરજીનો વિરોધ કર્યો હતો અને ફરજિયાત સમયગાળામાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એવી દલીલ કરી હતી.

નોંધનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે માર્ચ 2021માં આરોપ કર્યો હતો કે દેશમુખ ગૃહમંત્રી હતા ત્યારે અમુક પોલીસ અધિકારીઓને શહેરના બારવાળા પાસેથી માસિક રૂ. 100 કરોડનો હપ્તો ભેગો કરવાનું લક્ષ્ય આપ્યું હતું.આ પછી ગયા વર્ષે એપ્રિલમાં વકીલ દ્વારા દાખલ અરજીની સુનાવણીમાં સીબીઆઈને પ્રાથમિક તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. સીબીઆઈએ તપાસને આધારે દેશમુખ અને તેમના સહયોગીઓ સામે ભ્રષ્ટાચાર અને વિધિસર સત્તાનો દુરુપયોગ કરવાના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...