ટેનિસસ્ટાર લિયેન્ડર પેસને એના પરના કૌટુંબિક હિંસાચાર પ્રકરણમાં મુંબઈ સેશન્સ કોર્ટે થોડી રાહત આપી છે. પેસની લિવ-ઈન પાર્ટનર અને એની દીકરીના માતા રિયા પિલ્લઈને દર મહિને 1 લાખ રૂપિયા આપવાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના નિર્દેશ પર હંગામી સ્ટે આપવામાં આવ્યો છે. મુંબઈ સેશન્સ કોર્ટે પેસની અરજી પરની સુનાવણી 17 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. રિયાએ પેસ વિરુદ્ધ ઘરગથ્થુ હિંસાચારની ફરિયાદ દાખલ કરી ત્યારે તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતા એવો દાવો લિયેન્ડરે પોતાની અરજીમાં કર્યો છે.
રિયા તરફથી પોતાના પર કરવામાં આરોપ અનુસાર લિયેન્ડરે કૌટુંબિક હિંસાચાર કર્યાનું માન્ય કર્યું હોવાથી મેટ્રોપોલિટન કોર્ટે પેસને દર મહિને 1 લાખ રૂપિયા ઘરભાડું અને રિયાએ બાન્દરા પશ્ચિમ ખાતેના કાર્ટર રોડનું ઘર બે મહિનામાં છોડી દે એ શરતે દર મહિને 50 હજાર રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે લિયેન્ડરે આ આદેશ રદ કરવાની માગણી કરતા મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
પોતાની અરજીમાં લિયેન્ડરે રિયા સાથેનો પોતાનો સંબંધ લગ્નના સ્વરૂપનો હોવાનો સ્પષ્ટ નકાર આપ્યો છે. રિયા સાથે એની મુલાકાત 2005માં થઈ અને તેમને 2006માં એક દીકરી થઈ. એના જન્મ પછી તરત સંબંધનો અંત આવ્યો અને દીકરી માટે બંને સમજદારીથી ભેગા રહ્યા. રિયાએ અભિનેતા સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા.
સંજય સાથે છૂટાછેડા થયા પછી ભરણપોષણ માટે એને બાન્દરા પશ્ચિમ ખાતે સી ફેસિંગ ધરાવતા 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના બે ઘર મળ્યા હતા. છતાં રિયાએ પોતાના જ એપાર્ટમેંટમાં રહેવું પસંદ કર્યું. તેથી પોતાના પર કારણ વિના આર્થિક બોજ પડ્યો એવો આરોપ લિયેન્ડરે અરજીમાં કર્યો છે.
આર્થિક માગણી પૂરી કરવા અસમર્થ
અત્યારે પોતાનું ઘર ગીરવે મૂકાયેલું હોવાથી રિયાએ દીકરી માટે કરેલી આર્થિક માગણી પૂરી કરવા પોતે અસમર્થ છે એમ અરજીમાં સ્પષ્ટ કર્યું છે. કોર્ટનો આદેશ હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કે પદ્મભૂષણ જેવા સમારંભમાં પોતાની સાથે ન જાય એ માટે રિયાએ દીકરીને પોતાનીથી દૂર રાખી એવો દાવો લિયેન્ડરે અરજીમાં કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.