ખળભળાટ:શિવાજીનગરમાં 2 સંતાનોને ઝેર આપી દંપતીનો આપઘાત

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક ભીંસમાં આવતાં અંતિમ પગલું લીધાની શંકા

મુંબઈના શિવાજીનગર વિસ્તારમાં શુક્રવારે ચાર જણના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. દંપતીએ બે સંતાનનેઝેર આપ્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. આર્થિક ભીંસને લઈ અંતિમ પગલું લીધું હોવાની પોલીસને શંકા છે.

એક જ કુટુંબના ચાર જણનાં મોત થતાં વિસ્તારમાં સોપો પડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ દંપતીએ સૌપ્રથમ બે સંતાનને ઝેર આપ્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાયું છે.ઈન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં ફૈઝાને મસ્જિદની પાછળ રોડ નં. 14, પદ્માનગર ચોકી સામે ઝૂંપડપટ્ટી, બૈંગનવાડી, શિવાજીનગર, ગોવંડી ખાતેથી મૃતદેહ મળી આવ્યા છે. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી આ સુસાઈડનો જ મામલો હોવાનું તારણ પોલીસે કાઢ્યું છે. મૃતકને શકીલ જલીલ ખાન (34), રઝિયા (25), કુમાર સરફરાઝ શકીલ ખાન (7) અને અતિસા શકીલ ખાન (3) તરીકે ઓળખી કાઢવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...