ભાસ્કર વિશેષ:બોરીવલીની ગોરાઈ ખાડી પાસે દેશનું પ્રથમ મેનગ્રોવ્ઝ ઉદ્યાન

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા બનેલા મેનગ્રોવ્ઝ ઉદ્યાનને આગામી માર્ચ 2023 સુધી પર્યટકો માટે ખુલ્લુ મૂકવામા આવશે

સિંગાપુર પ્રમાણે ઊભું કરવામાં આવી રહેલા દેશનું પ્રથમ મેનગ્રોવ્ઝ ઉદ્યાન બોરીવલીમાં ગોરાઈ ખાડી નજીક બનશે. માર્ચ 2023 સુધી આ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવશે એવો દાવો વન વિભાગે કર્યો છે. મેનગ્રોવ્ઝ એલિવેટેડ માર્ગ (બોર્ડ વોક) આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ હશે. મુંબઈને મળેલો સમુદ્રકિનારો અને મેનગ્રોવ્ઝના લીધે જૈવવિવિધતા જોવા મળે છે. આ કુદરતી સંપતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવા તેમ જ એની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવા મેનગ્રોવ્ઝ કક્ષે પર્યાવરણ પર્યટન પ્રકલ્પ શરૂ કર્યો છે. એ સાથે જ મેનગ્રોવ્ઝ સંવર્ધન કેન્દ્ર અને મેનગ્રોવ્ઝ ગાર્ડન ઊભું કરવામાં આવી રહ્યું છે.

ગોરાઈ ખાતે 8 હેકટર જમીન પર 26.97 કરોડ રૂપિયા ખર્ચ કરીને અને દહિસર ખાતે 30 હેકટર જમીન પર 48.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મેનગ્રોવ્ઝ ઉદ્યાન ઊભું કરવામાં આવશે. ગોરાઈ મેનગ્રોવ્ઝ ઉદ્યાન ગોરાઈ જેટ્ટી પાસે છે જ્યાં સમૃદ્ધ મેનગ્રોવ્ઝ દેખાય છે. ત્યાં કુદરત પર્યટન કેન્દ્ર અને મેનગ્રોવ્ઝ એલિવેટેડ માર્ગ મુખ્ય આકર્ષણ છે. અત્યારે કુદરત પર્યટન કેન્દ્રનું 80 ટકા કામ પૂરું થયું છે. એક પણ ઝાડ તોડ્યા વિના, કુદરતને નુકસાન ન થાય એ રીતે મેનગ્રોવ્ઝ ઉદ્યાનની નિર્મિતી થશે. આ ઉદ્યાન બધા લોકોને આકર્ષિત અને શિક્ષિત કરે એ રીતે રચના કરવામાં આવી છે.

ઉદ્યાનની મુલાકાત લેનારાને મુંબઈના મેનગ્રોવ્ઝ પરિસંસ્થાનું મહત્વ, મેનગ્રોવ્ઝનો માનવીઓને થતો ફાયદો સમજાશે. એ સાથે મેનગ્રોવ્ઝના સંવર્ધનની જરૂરિયાત અને સંવર્ધન માટે કયા ઉપાય એની માહિતી મળશે. મેનગ્રોવ્ઝ ઉદ્યાનની માહિતી આપતું એક એપ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

​​​​​​​એલિવેટેડ માર્ગનું 60 ટકા કામ પૂરું : સિંગાપુર, આબુધાબી, થાઈલેન્ડમાં મેનગ્રોવ્ઝ એલિવેટેડ માર્ગ જેવો રસ્તો ગોરાઈમાં તૈયાર કરવામાં આવશે. આ માર્ગ લાકડાનો હશે અને એની લંબાઈ 700 મીટર તથા પહોળાઈ 2.4 મીટર હશે. તેમ જ આ માર્ગમાં ઠેકઠેકાણે વિશ્રાંતીસ્થળ અને માહિતીસ્થળ ઊભા કરવામાં આવશે. આ એલિવેટેડ માર્ગનું 60 ટકા કામ પૂરું થયું છે. આ એલિવેટેડ માર્ગ તૈયાર કરતા કોઈ પણ વનસ્પતિનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એવી માહિતી વન વિભાગના અધિકારીએ આપી હતી.

સૌર ઉર્જા નિર્મિતી
ગીચ મેનગ્રોવ્ઝમાં અને પરિસરમાં ઊભા થઈ રહેલા આ કેન્દ્રમાં મેનગ્રોવ્ઝ પરિસંસ્થાની વનસ્પતિ અને પ્રાણીઓની માહિતી આપીને જનજાગૃતિ કરવામાં આવશે. હરિત ઉર્જાનો ઉપયોગ અને ઉર્જાનું સંવર્ધન કરવાના ઉદ્દેશથી કલાકની 120 કિલોવેટની ક્ષમતાની બિલ્ડિંગ ઈંટિગ્રેટેડ ફોટો વોલ્ટિક સિસ્ટમના માધ્યમથી સૌર ઉર્જા નિર્મિતી કરવામાં આવશે. એના લીધે ઉદ્યાનની કુલ 80 ટકા ઉર્જાનું જરૂરિયાત પૂરી થશે એવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...