વિવાદ:મેટ્રો-2એ રૂટમાં બીજા તબક્કામાં સ્ટેશનના નામ બાબતે વિવાદ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહાડી ગોરેગાવ સ્ટેશનનું નામ બાંગુરનગર કરવાની માગણી કરાઈ છે

મેનગ્રોવ્ઝની તળેટીમાં આવેલા પહાડી ગોરેગાવ સ્ટેશનનું નામ બાંગુરનગર કરો તેમ જ લોઅર મલાડ સ્ટેશનનું નામ કસ્તુરી પાર્ક હોવું જોઈએ એવી માગણી મેટ્રો-2એ રૂટના બીજા તબક્કાના સ્ટેશન માટે કરવામાં આવી છે. એક તરફથ આ તબક્કો શરૂ કરવા માટે તૈયાર છે અને સ્ટેશનના કામ પૂરા થયા છે ત્યારે એ સંબંધી નામનો વિવાદ શરૂ થયો છે. મેટ્રો-2એ રૂટનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે. મુંબઈના પશ્ચિમ ઉપનગરોને ઉતર સાથે જોડનારો આ રૂટ ડી.એન.નગર (અંધેરી પશ્ચિમ)થી કાંદિવલી, મલાડ, બોરીવલીથી દહિસર જાય છે.

એમાંથી કાંદિવલીના દહાણુકર વાડીથી દહિસર માર્ગ પર એપ્રિલ મહિનાથી મેટ્રો શરૂ થઈ. હવે 8 સ્ટેશનનો આગળનો અને અંતિમ તબક્કો શરૂ થવામાં છે ત્યારે સ્ટેશનના નામ બદલવાની માગણી કરવામાં આવી રહી છે. આ રૂટના બીજા તબક્કામાં ગોરેગાવ પશ્ચિમમાં મલાડની ખાડી અને ખાડીકિનારે મેનગ્રોવ્ઝના વાતાવરણમાં એક સ્ટેશન છે.

આ સ્ટેશનને પહાડી ગોરેગાવ નામ આપવામાં આવ્યું છે. જો કે આ પરિસર બાંગુરનગરની નજીક હોવાથી એ નામથી ઓળખાય છે. તેથી નવા સ્ટેશનને આ જ નામ આપવામાં આવે. તેમ જ આ રૂટ પર આગળનું સ્ટેશન લોઅર મલાડ છે. એ પછીનું સ્ટેશન મલાડ પશ્ચિમ છે ત્યારે લોઅર મલાડ નામની જરૂર નથી. આ ભાગને રહેવાસીઓ કસ્તુરી પાર્ક તરીકે ઓળખે છે. તેથી એ જ નામ આ બે સ્ટેશનને આપવા જોઈએ એવી માગણી સ્થાનિકો તરફથી એમએમઆરડીએ પાસે કરવામાં આવી છે. જો ઝટ નિર્ણય નહીં લેવાય તો સ્થાનિક નાગરિકોની સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...