28 જુલાઈએ સુનાવણી:કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાથી રાહત

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PM માટે વાંધાજનક ટિપ્પણી પ્રકરણે 28 જુલાઈએ સુનાવણી

રાફલ વિમાન ખરીદી વ્યવહાર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ભાષામાં ટિપ્પણી કર્યા પ્રકરણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદની સુનાવણી 28 જુલાઈ સુધી ન લેવાનો આદેશ હાઈ કોર્ટે ગિરગાવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને આપ્યો હતો. તેથી ગિરગાવ કોર્ટમાં હાજર રહેવામાંથી રાહુલ ગાંધીને ફરીથી રાહત મળી હતી.

ભાજપ કાર્યકર્તા મહેશ શ્રીશ્રીમાલે રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં ગિરગાવ કોર્ટમાં માનહાનીની ફરિયાદ દાખલ કરી હતી. મોદી માટે વાંધાજનક ભાષામાં ટીકા કરીને રાહુલ ગાંધીએ મોદી સહિત પક્ષને પણ બદનામ કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. શ્રીશ્રીમાલની ફરિયાદની નોંધ લેતા ગિરગાવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને સમન્સ બજાવ્યા હતા અને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

એના વિરુદ્ધ રાહુલે હાઈ કોર્ટમાં દાદ માગી હતી તેમ જ ગિરગાવ કોર્ટે બજાવેલ સમન્સ રદ કરવાની માગણી કરી હતી. ઉપરાંત માનહાની પ્રકરણે કાર્યવાહીની માગણી ફક્ત બદનામી થઈ હોય એ જ વ્યક્તિ કરી શકે છે એવો દાવો રાહુલે અરજીમાં કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...