ગૌરવ યાત્રા:કોશ્યારીના વિધાન વિરુદ્ધ શુક્રવારે કોંગ્રેસનો રાજભવન પર મોરચો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9- 14 ઓગસ્ટે મુંબઈમાં આઝાદી કી ગૌરવ યાત્રા

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ અને મહારાષ્ટ્રના મરાઠીઓ વિશે અપમાનજનક વક્તવ્ય કરીને અપમાન કર્યું છે. સંવિધાનિક પદ પરની વ્યક્તિ આવું વક્તવ્ય કરે તે અત્યંત દુખદ રાજ્યપાલ ઓછા અને ભાજપ અને આરએસએસના પ્રચારક વધુ એવી વર્તમાન કોશ્યારીની હમણાં સુધી રહી છે. તેમણે જાહેર માફી માગી નથી.

આથી તેમના વક્તવ્ય વિરુદ્ધ અને વધતી બેરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ 5 ઓગસ્ટે સારે 11.00 વાગ્યાથી હેન્ગિંગ ગાર્ડનથી રાજભવન સુધી મોરચો કાઢવામાં આવશે, એમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે જણાવ્યું હતું. આ સમયે ચરણસિંહ સપ્રા, ભૂષણ પાટીલ, સંદેશ કોંડવિલકર, અતુલ બર્વે, સૂરજસિંહ ઠાકુર હાજર હતા.

અમે તે દિવસે રાજ્યપાલને કોઈ પણ આવેદન આપવાના નથી, કારણ કે અમે તેમને રાજ્યપાલ તરીકે મહત્ત્વ આપતા નથી. તેઓ આજ સુધી રાજ્યપાલ જેવું વર્ત્યા નથી. અમે ફક્ત મોરચો કાઢીને વિરોધ નોંધાવીશું. દરમિયાન ભારતને મળેલું સ્વાતંત્ર્ય કોંગ્રેસને કારણે જ છે. આથી આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મ9થી 14 ઓગસ્ટ સુધી મુંબઈના સર્વ છ જિલ્લામાં આઝાદી કી ગૌરવ યાત્રા ઝુંબેશ અંતર્ગત 75 કિમી પદયાત્રા કાઢવામાં આવશે.

રોજ દરેક જિલ્લામાં મુંબઈ કોંગ્રેસના પદાધિકારી અને કાર્યકરો 10થી 12 કિમી પદયાત્રા કરશે. આ દરમિયાન કોંગ્રેસે દેશને સ્વાતંત્ર્ય કઈ રીતે મેળવી આપ્યું, દેશ માટે બલિદાન કઈ રીતે આપ્યું તેની માહિતી જનતાને આપવામાં આવશે. આ સાથે કેન્દ્ર સરકાર દેશની સંપત્તિનું અને દેશની સંસ્કૃતિનું હનન કઈ રીતે કરે છે તેની માહિતી આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ગૌરવ યાત્રા ગિરગાવમાં લોકમાન્ય તિલકના પૂતળાથી શરૂ થઈને મરીન ડ્રાઈવથી મંત્રાલય મહાત્મા ગાંધી પૂતળું, ડો. બાબાસાહેબ આંબેડકર પૂતળું અને કૂપરેજ મેદાનમાં રાજીવ ગાંધીના પૂતળા નજીક પૂર્ણાહુતિ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...