ફરિયાદ:રેલવે પોલીસની હેલ્પલાઈન પર મહિલા પ્રવાસીઓની ફરિયાદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોવાયેલી બેગ અને અનામત ડબ્બામાં પુરુષ પ્રવાસીની ઘુસણખોરી બાબતે વધુ ફરિયાદ

લોકલમાં મહિલાઓના ડબ્બામાં પ્રવાસ કરતી મહિલાઓ રેલવે પોલીસની હેલ્પલાઈન પર મોટા પ્રમાણમાં ફરિયાદ કરી રહી છે. અનેક વખત મદદ માટે મહિલા પ્રવાસીઓ ફોન કરે છે. એમાં બેગ ખોવાયાની ફરિયાદની સંખ્યા વધારે છે. એ સાથે જ મહિલાઓ માટે અનામત ડબ્બામાં ઘુસણખોરી કરીને પ્રવાસ કરતા પુરુષો વિરુદ્ધ પણ ફરિયાદ મળી રહી છે. જાન્યુઆરીથી જૂન 2022ના સમયગાળામાં રેલવે પોલીસની હેલ્પલાઈન પર મહિલા પ્રવાસીઓની કુલ 2 હજાર 175 ફરિયાદ આવી છે. એમાં 1 હજાર 444 ફરિયાદ ખોવાયેલી બેગ અને અનામત ડબ્બામાં પુરુષ પ્રવાસીની ઘુસણખોરી બાબતે છે.

રેલવે પ્રવાસીઓની મદદ માટે રેલવે પોલીસની હેલ્પલાઈન કાર્યરત છે. પ્રવાસમાં કોઈ વસ્તુ ખોવાઈ જવી, ભૂલી જવી, લોકલમાં મહિલાઓ અને દિવ્યાંગના અનામત ડબ્બામાં બીજા પ્રવાસીઓની ઘુસણખોરી, વિનયભંગ, છેડતી, ફેરિયાઓ, ભિખારીઓ, નશામાં ધૂત પ્રવાસીઓનો ઉપદ્રવ વગેરે જેવી ફરિયાદ હેલ્પલાઈન પર મળે છે. હેલ્પલાઈન પર દિવસે 500 થી 600 ફોન આવે છે.

એમાં ફરિયાદની સાથે જ પ્રવાસીઓ માહિતી મેળવવા માટે તપાસનો ફોન કરે છે. લોકલમાં ભૂલાયેલી અને ખોવાયેલી વસ્તુઓની ફરિયાદ વધારે છે. આ ફરિયાદની નોંધ લઈને રેલવે પોલીસની યંત્રણા કામે લાગે છે અને સંબંધિત પ્રવાસીની વસ્તુ મેળવીને એને પાછી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ફરિયાદ કરનારાઓમાં મહિલા પ્રવાસીઓની સંખ્યા વધારે છે. રેલવે પોલીસે આપેલી માહિતી અનુસાર જાન્યુઆરીથી જૂન 2022 દરમિયાન હેલ્પલાઈન પર મહિલાઓએ 2 હજાર 175 ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...