ફરિયાદ:નેવીમાં ભરતીને નામે લોકોને છેતરનારની વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગંભીર મામલો સામે આવતાં નેવલ પોલીસે ફરિયાદ નોંધાવી

ભારતીય નૌકાદળમાં સુરક્ષા રક્ષકની ભરતીને નામે યુવાનોને છેતરનારા ઠગ વિરુદ્ધ નેવલ પોલીસે તપાસ કર્યા પછી અંબરનાથ પૂર્વમાં શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં વિધિસર ફરિયાદ નોંધાવી છે. આરોપીને વહેલી તકે ઝડપી લેવા અને તેની સામે એફઆઈઆર દાખલ કરવાની નેવલ પોલીસ દ્વારા માગણી કરવામાં આવી છે, જે અનુસાર પોલીસે તપાસ શરૂ કરી છે.

આરોપી ભારતીય નૌકાદળનો કેપ્ટન સમીર સિંહ હોવાની ઓળખ આપે છે. આટલું ઓછું હોય તેમ, તે સંરક્ષણ મંત્રાલયનો નકલી પત્ર પણ આપે છે, જેમાં કોલાબા, મુંબઈ સ્થિત આઈએનએસ કુંજલી માટે સુરક્ષા રક્ષકની ભરતી કરવામાં આવી રહી છે એવું લખાણ હોવાનું બહાર આવ્યું છે. અંબરનાથ પૂર્વમાંથી તે આ ગોરખધંધો ચલાવી રહ્યો છે.

તે ઈચ્છુકો પાસેથી નાણાં લે છે, યુનિફોર્મ અને અન્ય દસ્તાવેજી કામ પણ કરી આપે છે. તેણે આ રીતે અરજીની ફી અને યુનિફોર્મ તથા ઓળખપત્ર આપવાને નામે ઈચ્છુકો પાસેથી નાણાં પણ પડાવ્યાં છે. 2 ઓગસ્ટે નેવલ પોલીસની ટીમે અંબરનાથમાં જઈને આ પ્રકરણની પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં તથ્ય જણાતાં શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...