મુંબઈમાં વધેલા પ્રદૂષણના કારણે વધેલી બીમારીઓ રોકવા માટે નિષ્ણાત ડોકટરોની સમિતિ સ્થાપવામાં આવશે એવી માહિતી સ્કૂલ શિક્ષણમંત્રી દીપક કેસરકરે વિધાનસભામાં આપી હતી. મુંબઈમાં છેલ્લા ત્રણ વર્ષમાં હવાનો દરજ્જો બગડ્યો છે. પ્રદૂષણના કારણે મુંબઈગરાઓમાં ફેફસા બાબતની ફરિયાદમાં 50 ટકાનો વધારો થયો છે એમ ડોકટરો જણાવે છે. આ રોકવા માટે વિશેષ સમિતિ નિમીને એમાં સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોકટરોનો સમાવેશ કરવો એવી માગણી ચર્ચા દરમિયાન કરવામાં આવી હતી.
વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિકની બાબતમાં મુંબઈનો છઠ્ઠો ક્રમ છે. એક વર્ષમાં એક વ્યક્તિ 90 કલાક ટ્રાફિકમાં અટવાયેલો રહે છે એવો અભ્યાસનો અહેવાલ છે. કર્ણાટકમાં ટ્રાફિકના નિયંત્રણ માટે ગુગલ મેપ ટ્રાફિક સિસ્ટમ લગાડવામાં આવી છે. આવી જ સિસ્ટમ મુંબઈમાં પણ લગાડવામાં આવે. આ ટ્રાફિક સિસ્ટમ સંદર્ભની કાર્યવાહી ચાલુ હોવાનું કેસરકરે સ્પષ્ટ કર્યું હતું.
મુંબઈ અને પરિસરમાં પાયાભૂત સુવિધાઓના અનેક કામ ચાલુ છે જેના કારણે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે. મુંબઈની હવાનું પ્રદૂષણ ઓછું કરવાની દષ્ટિએ 19 માર્ચના અર્જન્ટ બેઠક આયોજિત કરવામાં આવી છે. રાજ્યમાં અને ખાસ કરીને મુંબઈની હવામાં પ્રદૂષણ નિયંત્રણ માટે કૃતી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને એની અસરકારક અમલબજાવણી કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારી સંજીવ કુમારની અધ્યક્ષતા હેઠળ સમિતિની સ્થાપના કરવામાં આવી હોવાનું કેસરકરે સ્પષ્ટ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.