અભિનેત્રી ઉર્ફી જાવેદ અંગપ્રદર્શનના મુદ્દાએ નવો વળાંક લીધો છે. ભાજપનાં નેતા ચિત્રા વાઘ દ્વારા ઉર્ફી સામે પગલાં લેવા માટે સતત આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકર આ મામલે ચૂપ કેમ છે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે પછી હવે મહિલા પંચે વાઘને નોટિસ મોકલતાં આ રાજકીય વિવાદ વધવાની શક્યતા છે.
બે દિવસમાં વાઘને ખુલાસો કરવાની નોટિસ આપી છે.ચિત્રા વાઘે ગુરુવારે ઉર્ફી અંગપ્રદર્શન પ્રકરણે પગલાં નહીં લેવા માટે ચાકણકર પર આરોપ કર્યા હતા. આ પછી ચાકણકરે શુક્રવારે વાઘને જ આ મામલે નોટિસ મોકલવામાં આવી હોવાની જાણકારી આપી હતી.
ચાકણકરે જણાવ્યું કે કાર્યવાહી કરવાનો અધિકાર રાજ્ય મહિલા પંચ પાસે હોય છે. ચિત્રા વાઘે ગુરુવારે ખોટી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું તેમ અન્ય એક કેસમાં તેજસ્વિની પંડિતને મહિલા પંચે ક્યારેય નોટિસ અપાઈ નથી. દિગ્દર્શક સંજય જાધવને નોટિસ મોકલવામાં આવી હતી.ચિત્રા વાઘે વૈમનસ્ય રાખીને, પોતાની પ્રસિદ્ધિ માટે પંચ વિરોધી ભૂમિકા લીધી છે. બે સમાજમાં તિરાટ નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે અને પંચનું અવમાન કરવા પ્રકરણે ચિત્રા વાઘને નોટિસ મોકલવામાં આવી છે.
1993 કલમ 92 (2) (3) અનુસાર તેમને નોટિસ મોકલવામાં આવી છે, જેની સામે તેમણે ખુલાસો કરવાનું અપેક્ષિત છે. અન્યથા તેમનું કશું કહેવું નથી એવું ધારીને પંચ એકતરફી નિર્ણય લઈ શકે છે, એમ જણાવ્યું છે. આમ, અંગપ્રદર્શન પરથી શરૂ થયેલા વિરોધે હવે રાજકીય રંગ પકડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.